Trending News
ક્રાઈમ

ગાંધીધામના ચકચારી અપહરણ-ખંડણી કેસનો ભેદ ઉકેલાયો :  ૫.૫૫ કરોડની USDT ક્રિપ્ટો ખંડણી પડાવનાર ૭ આરોપી ઝડપાયા

28 July

પૂર્વ કચ્છ એસપી  સાગર બાગમારની ટીમનો સરાહનીય સપાટો



ટ્રાન્સપોર્ટ વેપારીનું અપહરણ કરી સપનાનગરમાં દોરડાથી બાંધી માર માર્યો, દુબઈમાં રહેલા ભાઈને વીડિયો કોલ કરાવી 
ક્રિપ્ટો કરન્સીમાં ખંડણી વસૂલી; મુખ્ય સૂત્રધાર સહિત ૩ આરોપી હજુ ફરાર


નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી, એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, ગાંધીધામ ‘એ’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ, તેમજ એલસીબી, એસઓજી, નેત્રમ શાખા અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમની કાબીલેદાદ કાયૅવાહી   ’



ગાંધીધામઃ ગાંધીધામ શહેરમાં ટ્રાન્સપોર્ટના વેપારીના અપહરણ અને કરોડોની ખંડણીના ચકચારી કેસનો પૂર્વ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા કુલ ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ૩ આરોપીઓ હજુ ફરાર હોવાથી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ૨૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાવેદ સાયચા અને તેના સાગરિતોએ પૂર્વયોજિત કાવતરું રચી ટ્રાન્સપોર્ટના વેપારીને ફોસલાવી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને સપનાનગર સ્થિત એક મકાનમાં લઈ જઈ દોરડાથી બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી શરૂઆતમાં ૨૦ લાખની ખંડણી માંગી હતી. તપાસ દરમિયાન વધુ ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓએ વેપારીના દુબઈમાં રહેતા ભાઈ નરેશભાઈ ઉર્ફે લાલો મજેઠીયાને વીડિયો કોલ કરાવી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ૫,૮૪,૫૦૦ ેંજીડ્ઢ્‌, જેની ભારતીય ચલણ મુજબ અંદાજિત કિંમત ૫,૫૫,૨૭,૫૦૦ થાય છે, એટલી રકમ ક્રિપ્ટો કરન્સી મારફતે ટ્રાન્સફર કરાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની દેખરેખમાં એલસીબી, એસઓજી, નેત્રમ શાખા અને ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસની ૧૦ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને માનવ બાતમીના આધારે વિવિધ સ્થળોએ દરોડા પાડી ૭ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપી ઓમાં હર્ષ કિશોરભાઈ સદાદપુરી, રાજભાઈ દિપડભાઈ ધનવાણી, ઈબ્રાહીમ જુસબભાઈ બુચડ, હુશેન જુસબભાઈ બુચડ, શબીર અભુભાઈ સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ હેમનાણી અને સચીન વિકાસભાઈ આનંદાનીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૧ મોબાઇલ ફોન તેમજ ૯.૬૮ લાખની રોકડ રકમ કબ્જે કરી છે. તપાસમાં કેટલાક આરોપીઓ સામે અગાઉ પ્રોહિબિશન, સાયબર છેતરપિંડી, પાઇપલાઇન ચોરી, હિંસક ગુનાઓ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. આ કેસમાં જાવેદ અણુ સાયચા, રિઝવાન હુરોન ખીચા અને સોહિલ જુસબ બુચડ હજુ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસે વિવિધ ટીમોને કામે લગાડી વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર સફળકામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, એલસીબીના પોલીસ 
ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, ગાંધીધામ ‘એ’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ, તેમજ એલસીબી, એસઓજી, નેત્રમ શાખા અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે પાર પાડી છે.


.......................


ગાંધીધામ અપહરણ-ખંડણી કેસમાં ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, પોલીસ સમક્ષ આરોપીઓએ આખો ઘટનાક્રમ ફરી રજૂ કર્યો

એ-ડિવિઝનના પી.આઈ. એમ.જે. રાઠોડ અને પી.એસ.આઈ. જે.ડી. પરમારની હાજરીમાં આરોપીઓએ અપહરણથી લઈ ખંડણી સુધીની સમગ્ર ઘટનાની કડી સમજાવી : ફોસલાવી કારમાં બેસાડ્યો, સપનાનગરના મકાનમાં બંધક બનાવ્યો અને વીડિયો કોલથી કરોડોની ેંજીડ્ઢ્‌ ખંડણી વસૂલ્યાનો ઘટનાક્રમ ફરી સર્જાયો


ગાંધીધામ :  ગાંધીધામના ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ અને કરોડોની ક્રિપ્ટો ખંડણીના ચર્ચાસ્પદ કેસમાં પૂર્વ કચ્છ પોલીસે તપાસને વધુ મજબૂત બનાવવા માટે ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જે. રાઠોડ તથા પી.એસ.આઈ. જે.ડી. પરમાર અને તપાસ ટીમની હાજરીમાં આરોપીઓએ વેપારીને કેવી રીતે ફોસલાવી કારમાં બેસાડ્યો, કયા માર્ગે સપનાનગર સ્થિત મકાન સુધી લઈ ગયા, ક્યાં બંધક બનાવી દોરડાથી બાંધી રાખ્યો અને કેવી રીતે ખંડણીની માંગણી કરવામાં આવી હતી તે સમગ્ર ઘટનાક્રમ સ્થળ પર સમજાવ્યો હતો.રિકન્સ્ટ્રક્શન દરમિયાન તપાસ અધિકારીઓએ આરોપીઓ દ્વારા બતાવવામાં આવેલા દરેક સ્થળ અને ઘટનાક્રમની ઝીણવટભરી ચકાસણી કરી હતી. 
આરોપીઓના નિવેદનોની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓ સાથે સરખામણી કરીને તપાસને વધુ મજબૂત બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે હર્ષ ડિશોરભાઈ તુલસીદાસ સદાદપુરી, રાજભાઈ દિપડભાઈ ધનવાણી, ઈબ્રાહીમ જુસબભાઈ બુચડ, હુશેન જુરાબભાઈ બુચડ, શબીર અભુભાઈ સાયચા, લક્ષ્મણભાઈ ઉર્ફે લચ્છુ લીલારામ હેમનાણી અને સચીનભાઈ વિકાસભાઈ આનંદાનીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી જાવેદ અણુ સાયચા, રિઝવાન હુરોન ખીચા અને સોહિલ જુસબ બુચડ હજુ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો સતત કામગીરી કરી રહી છે. પોલીસનું માનવું છે કે ઘટનાસ્થળે કરાયેલા રિકન્સ્ટ્રક્શનથી કેસની મહત્વપૂર્ણ કડીઓ વધુ સ્પષ્ટ થશે અને ફરાર આરોપીઓ સુધી પહોંચવા તેમજ કરોડોની ક્રિપ્ટો ખંડણીના સમગ્ર નાણાકીય ટ્રેલને ઉજાગર કરવામાં તપાસને મહત્વની મદદ મળશે.



...............


              દેવું ઉતારવા મિત્રએ જ ઘડ્યો હતો  મિત્રના 
             અપહરણનો પ્લાન : એસપી સાગર બાગમાર


ગાંધીધામ : ગાંધીધામના હાઈપ્રોફાઈલ અપહરણ અને અંદાજે રૂ. પાંચ કરોડની ખંડણીના કેસમાં ફરિયાદીના અંગત મિત્રએ જ પોતાની દેવાદારી ચૂકવવા માટે સમગ્ર કાવતરું ઘડ્યું હોવાનું પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. પોલીસે મુખ્ય કાવતરાખોર સહિત સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રણ આરોપીઓ હજુ ફરાર છે.એસપી સાગર બાગમારે જણાવ્યું કે, ગત ૨૧ જુલાઈએ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં વેપારી દિલીપ મજેઠિયા ગાંધીધામના આશાપુરા માર્કેટ વિસ્તારમાં પોતાની ઓફિસે જવા કારમાંથી ઊતરી રહ્યા હતા. તે દરમિયાન સામેની કારમાંથી પરિચિત જાવેદ સાયચાએ તેમને બોલાવ્યા હતા. જાવેદ પરિચિત હોવાથી દિલીપભાઈ તેની કારમાં બેઠા હતા. થોડે આગળ પહોંચ્યા બાદ રિઝવાન ખીચા અને સોહેલ બુચ્ચડ પણ કારમાં બેસી ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ વેપારીને જાવેદના ઘરે લઈ ગયા હતા અને ત્યાં એક રૂમમાં દોરડાથી બાંધી બંધક બનાવ્યા હતા. ત્યારબાદ જાવેદે વેપારીના દુબઈસ્થિત ભાઈને વીડિયો કોલ કરીને ખંડણીની માંગણી કરી હતી. વેપારીના જીવને જોખમ હોવાના ભયથી પરિવારજનોએ અલગ-અલગ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન મારફતે ૫.૮૫ લાખ અમેરિકન ડોલર, અંદાજે રૂ. પાંચ કરોડની રકમ ચૂકવી હતી. ખંડણીની રકમનું ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ લગભગ બે કલાકમાં વેપારીને ગાંધીધામના ઓસ્લો સર્કલ નજીક છોડી દેવામાં આવ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર હર્ષ સહદાતપુરી સહિત સાત આરોપીઓની ધરપકડ કરી રૂ. ૯.૫૦ લાખ રિકવર કર્યા છે. જાવેદ સાયચા, રિઝવાન કીચા અને સોહેલ બુચ્ચડને ઝડપી પાડવા તેમજ બાકીની રકમની રિકવરી માટે તપાસ તેજ કરવામાં આવી છે.

.........................

‘કચ્છઉદય’નો અહેવાલ ફરી સચોટ સાબિત થયો

જાહેરહિત અને કાયદાનું શાસન જળવાઈ રહે તે માટે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ‘કચ્છઉદય’ દૈનિકે ફરી એકવાર પોતાની સચોટ અને તટસ્થ પત્રકારત્વની છબી સાબિત કરી બતાવી છે.

સંકુલમાં બનતી દરેક નાની-મોટી ઘટનાઓને સત્યની એરણ પર પરખીને પ્રજા સમક્ષ મુકવાની પરંપરાને જાળવી રાખીને, ચકચારી દીલીપ મજીઠીયા અપ્રહરણ કાંડ અંગેનો વિગતવાર અહેવાલ ‘કચ્છઉદય’ દ્વારા તા.૨૭/૦૭/૨૦૨૬, સોમવારના રોજ પાના નંબર ૮ પર અંકિત કરીને સત્ય ઉજાગર કરવામાં આવ્યું હતું.“કચ્છઉદય’માં પ્રકાશિત આ આંખ ઉઘાડતા અહેવાલ બાદ પોલીસ તંત્ર પણ તાબડતોબ હરકતમાં આવ્યું હતું અને સમગ્ર કિસ્સાનો સત્તાવાર ખુલાસો કરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હોવાનું આજ રોજ સત્તાવાર રીતે જાહેર કર્યુુ  છે. 

સંકુલના હિતમાં અને જનતાના ન્યાય માટે ‘કચ્છઉદય’ હંમેશાં નિષ્પક્ષ અને સચોટ સમાચારો આપવા માટે વચનબદ્ધ રહ્યું છે અને રહેશે.


 

Comments

COMMENT / REPLY FROM