Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા અમદાવાદ મંડળના કર્મચારી અજય ગાયકવાડને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરાયા  

27 July


 
અમદાવાદ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે દ્વારા અમદાવાદ મંડળના કાંકરિયા પેનલ ખાતે કાર્યરત અજય ગાયકવાડને સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, સતર્કતા અને સુરક્ષિત રેલ સંચાલનમાં નોંધપાત્ર યોગદાન બદલ "મેન ઑફ ધ મન્થ" (જૂન-૨૦૨૬) સંરક્ષા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
તા. ૨૮-૬ના રોજ અમદાવાદ મંડળના કાંકરિયા પેનલ પર બપોરે ૧૫ થી રાત્રે ૨૩ઃ૩૦ વાગ્યાની ફરજ દરમિયાન અજય ગાયકવાડે અંદાજે ૧૮ઃ૦૩ વાગ્યે વટવાથી રવાના થયેલી એક માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે તેના બે વેગનોના અપર લિડ ખુલ્લા હોવાનું સતર્કતાપૂર્વક નિહાળ્યું હતું. તેમણે તાત્કાલિક અમદાવાદ ટાવર કેબિનને જાણ કરી અને સંબંધિત માલગાડીને આગમન સિગ્નલ ન આપવાની સૂચના આપી, જેના પરિણામે ગાડીને સિગ્નલ પર સુરક્ષિત રીતે અટકાવવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી પાવર બ્લોક મેળવી સી એન્ડ ડબલ્યુ સ્ટાફ દ્વારા બંને વેગનોની મરમ્મત કરવામાં આવી હતી. ખામી દૂર થયા બાદ માલગાડીને સુરક્ષિત રીતે આગળના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી હતી. સ્ટેશન માસ્ટરની સતર્કતા, ત્વરિત નિર્ણયક્ષમતા તથા " સંરક્ષા સર્વોપરી"ના સિદ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે સંભવિત દુર્ઘટનાને સમયસર ટાળી શકાઈ હતી. અમદાવાદ મંડળને તેના આ કર્મચારીની આ સિદ્ધિ પર ગર્વ છે. આ સન્માન તમામ રેલવે કર્મચારીઓને સુરક્ષિત રેલ સંચાલન માટે હંમેશા સતર્ક રહી જવાબદારીપૂર્વક ફરજ નિભાવવાની પ્રેરણા આપશે.
----------

Comments

COMMENT / REPLY FROM