Trending News
સ્થાનિક સમાચાર

માતાનામઢમાં વનખાતા દ્વારા ૧૬૦૦૦ કિલો ઘાસ વિતરણ થયું 

27 July


જાહેરાતના ૧૦ દિવસ બાદ અછતગ્રસ્ત


માતાનામઢ, કોટડા (મઢ), ભાડરા, જુણાગિયા ગ્રામ પંચાયત હેઠળના તમામ ગામોના પશુપાલકોને રાહતદરે ઘાસ વિતરણ કરવામાં આવ્યું 


નખત્રાણા - કચ્છઉદય : તિર્થધામ માતાનામઢ વનખાતાના ગોડાઉનખાતે આસપાસના ગામોના પશુપાલકોને રાહતદરે ઘાસ વિતરણ થયું હતું. 
માતાનામઢ ગ્રામ પંચાયતના સરપંચ કાસમભાઈ કુંભારે કહ્યું હતું કે, કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારના પશુપાલકો માટે સરકાર દ્વારા રાહતદરે ઘાસ વિતરણની જાહેરાત ૧૭મી જુલાઈના કરવામાં આવી હતી. ત્યારે જાહેરાતના દસ દિવસ બાદ માતાનામઢ વનખાતાના ગોડાઉન ખાતેથી માતાનામઢ, કોટડા (મઢ), ભાડરા, જુણાગિયા ગ્રામ પંચાય હેઠળ આવતા તમામ ગામોના પશુપાલકોને સરકારના નિયમો પ્રમાણે પશુદીઠ ૪ કિલો ઘાસ ર રૂપિયાના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. 
આ તમામ ગામોના સરપંચો, અગ્રણીઓ અને માલધારીઓની ઉપસ્થિતિમાં વિતરણનો પ્રારંભ થયો હતો. ઘાસની ગાંઠડીનું વજન અને ગુણવતા પણ ચકાસવામાં આવી હતી. અંદાજીત ૧૬૦૦૦ હજાર કિલો ઘાસનું રાહતદરે વિતરણ થયું હતું. આ ટાંકણે નાયબ મામલતદાર વિકુભા, વનખાતાના શ્રી ચૌધરીભાઈ, માતાનામઢના ઉપસરપંચ હિતેશભાઈ મહેશ્વરી, તલાટી પ્રવીણદાન ગઢવી, ઓસમાણ નોતિયાર, રામજીભાઈ બ્રાભણિયા, રઝબશા સૈયદ, મંગલસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ આ કામગીરીમાં જોડાયા હતા. 
-----

Comments

COMMENT / REPLY FROM