Trending News
સ્થાનિક સમાચાર

અમદાવાદ - ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો 

27 July


આંબલી રોડને મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ : અમદાવાદના બદલે હવે સાબરમતી (જેલ સાઇડ) એસબીટી સ્ટેશન પરથી થશે સંચાલન

અમદાવાદ - કચ્છઉદય : મુસાફરોની સુવિધા, વધુ સારી રેલ કનેક્ટિવિટી તેમજ આધુનિક રેલ સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેના હેઠળ ટ્રેન નંબર ૨૨૯૨૫ / ૨૨૯૨૬ અમદાવાદ - ઓખા વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન, સમયસારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા ૧૭ ઑગસ્ટથી અમલમાં આવશે. હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી (જેલ સાઇડ) એસબીટી રહેશે. ઉપરાંત, અમદાવાદના ઝડપથી વિકસતા પશ્ચિમ વિસ્તારના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.
ટ્રેન નંબર ૨૨૯૨૫ સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઑગસ્ટથી દરરોજ (મંગળવાર સિવાય) સાબરમતીથી સવારે ૬ઃ૧૫ વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર ૬ઃ૨૩ વાગ્યે પહોંચશે અને ૬ઃ૨૫ વાગ્યે પ્રસ્થાન કરીને ૧૩ઃ૨૦ વાગ્યે ઓખા પહોંચશે. તે જ રીતે ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખાથી ૧૬ઃ૪૫ વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર ૨૨ઃ૪૦ વાગ્યે પહોંચશે અને ૨૨ઃ૪૨ વાગ્યે પ્રસ્થાન કરીને ૨૩ઃ૧૦ વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ નિર્ણય સાથે આંબલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળશે. તેના પરિણામે શહેરના પશ્ચિમ વિસ્તાર, એસ.જી. હાઇવે, બોડકદેવ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, શેલા તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ અનુકૂળ, સમયની બચત કરાવતી અને આધુનિક રેલ સેવાનો લાભ મળશે. વર્તમાન સમય-સારણી અનુસાર ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા ૧૫ ઑગસ્ટ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જ્યારે ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા ૧૬ ઑગસ્ટ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
----

Comments

COMMENT / REPLY FROM