ઈન્નરવ્હીલ ક્બલ ઓફ ભુજ દ્વારા ડાયાલસીસ અંગે જનજાગૃતિ ફેલાવાઈ
ભુજ - કચ્છઉદય : ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો કોમ્યુનિટી હેલ્થ કેર અંતર્ગત જીવન ધારા વેર હ્યુમિનીટી બ્લોશમ્સ હોપ ફલોવ્સ પ્રોજેક્ટનું લાઇન્સ હોસ્પિટલ ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના નગરપતિ શીતલભાઈ શાહની સાથે ભુજના કાઉન્સિલર હાજર રહ્યા હતા. ડૉ. અશરફ મેમણ જનરલ હોસ્પિટલ એચઓડીની હાજરીમાં દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહેમાનોનું ક્લબ પ્રેસિડેન્ટ શારદા ઠક્કર, સેક્રેટરી ભૈરવી સચદે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ડાયાલિસિસ અંગે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સહાય પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન આશરે ૮૦ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ડાયાલિસિસ સેવાઓ માટે આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડાયાલિસિસ અંગે જાગૃતિ ફેલાવવા માટે ટૂંકા વિડિયો ક્લિપ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા, જે વધુમાં વધુ લોકો સુધી આ સંદેશ પહોંચે તે માટે સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવશે.
પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અભય શાહ તથા અનુપ કોટકનો માર્ગદર્શન અને ડિસ્ટ્રિક્ટ વાઇસ ચેરમેન રચના શાહની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ અને સેવા કાર્યો માટેના પ્રોત્સાહન બદલ પણ ક્લબ તેમનો વિશેષ આભાર વ્યક્ત કરે છે. તેવી ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોની સીસી વર્ષા ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
-----

Comments