Trending News
સ્થાનિક સમાચાર

વિષ્ણુ ધર્મ સ્કૂલ દ્વારા સ્વ. વિષ્ણુપ્રસાદ બારોટની સ્મૃતિમાં મેગા કેમ્પનું આયોજન

27 July



ભુજ - કચ્છઉદય : વિષ્ણુ ધર્મ સ્કૂલ દ્વારા સમાજસેવાના ભાગરૂપે અને સ્વ. વિષ્ણુપ્રસાદ બારોટની પવિત્ર સ્મૃતિમાં હેલ્થ એન્ડ વેલફેર મેગા કેમ્પ ૫.૦નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ બહુવિધ સેવા કેમ્પનું આયોજન તા. ૩૦ જુલાઈ, ગુરુવારના રોજ સવારે ૮.૩૦ થી બપોરે ૧૨ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આ કેમ્પ વિષ્ણુ ધર્મ સ્કૂલ, અક્ષર રેસિડેન્સી, કોડકી ચાર રસ્તા, ભુજ ખાતે યોજાશે.
સંસ્થાના ગીતાબેન સોનીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ મેગા કેમ્પ અંતર્ગત જાહેર જનતા માટે વિવિધ મફત સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં તમામ વયજૂથના લોકો માટે મફત નેત્ર નિદાન (આંખની તપાસ) કેમ્પ, દાંતની આરોગ્ય વિષયક તપાસ અને જાગૃતિ માટે મફત દંત નિદાન કેમ્પ, તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આજના સમયની મહત્વની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા આધાર કાર્ડ બનાવવા તેમજ જૂના આધાર કાર્ડમાં સુધારા-વધારા કરવા માટે આધાર કાર્ડ કેમ્પની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શાળા પરિવાર દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત બની આ નિઃશુલ્ક સેવાઓનો મહત્તમ લાભ લેવા અને રક્તદાન કરી સેવાના આ કાર્યમાં સહભાગી થવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
-------- 

Comments

COMMENT / REPLY FROM