શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેનનું અભિવાદન કરાયું
ભુજ - કચ્છઉદય : જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ અને શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન દિનેશભાઈ રૂડાણીનું શાલ અને પુસ્તક વડે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લાસંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, શિક્ષક અગ્રણીઓ ધીરજભાઈ ઠક્કર, જટુભા રાઠોડ, રાણાજી જાડેજા, સવાઈસિંહ સોઢા, આશિષ રાવલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments