મુંદરાની ભૂખી નદીને પુનર્જીવિત કરવાની આડમાં કરોડોની ખનીજચોરીની ગંધ : ‘સફાઈ’માં નીકળેલી ૨ લાખ ઘનમીટર રેતી ગઈ ક્યાં? કોક તો લ્યો કડક પુછાણા ?
જળસંગ્રહ ક્ષમતા વધારવાના નામે બેફામ રેતીઉપાડ અંગે પ્રશાસનની મૌન સંમતિ કે લાચારી? દ્ગર્ય્ં સાથેના કરાર અને રોયલ્ટી મુદ્દે ઉઠતા ગંભીર સવાલો : પ્રોજેકટની શરૂઆત પહેલા રેતી કેટલી હતી, કાંપ કેટલો હતો, અને હાલમાં ચાલી રહેલા કામ અનુસાર આ રેતી-કાંપ કેટલો-કયાં કયાં નંખાયો? તેનું કયા સરકારી વિભાગે કર્યુ ક્રોસ વેરીફીકેશન? જો નથી કરવામા આવતુ તો તેના પાછળનુ રહસ્ય શું? કરોડોની કિમંતી રેતી ચોરીની પરોક્ષ છુટ જ આપી દેવાઈ છે કે કેમ?
આવી કોઈ ફરીયાદ અમારા તબક્કે નથી આવેલી, છતા પણ સરપ્રાઇજ ચેકીંગ ચોકકસથી કરાવીશુ, રેતી ઉપાડવાની રોયલ્ટી કે પરમીટ કે મંજુરી આવા કામોમાં હોઈ ન શકે, તપાસ કરાવીશું : શ્રી ઝાલા(પ્રાંત અધિકારી, મુંદરા) : આ સંદર્ભે અગાઉ ફરીયાદ આવેલી છે, તપાસ કરાવી હતી, નદીમાં રેતી કાઢી અને બાજુમાં પાડામાં નાખી રહ્યા છે, ઉપરાંત પણ ફરીથી ચોકકસથી બધી જ ખરાઈ કરાવીશુ, અને જો રોયલ્ટી ચોરી જેવુ જણાશે તો પગલા લઈશુ : શ્રી પંડયા(ખાણખનિજ અધિકારીશ્રી પૂર્વ કચ્છ )
ગાંધીધામ : કચ્છના મુંદરા પંથકની ભૂખી નદીને પુનઃજીવિત કરવાના અને તેની જળસંગ્રહ ક્ષમતા વધારવાના ઉમદા હેતુ સાથે શરૂ કરાયેલા કામની આડમાં કરોડો રૂપિયાનું ખનીજચોરીનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓએ જોર
પકડ્યું છે. નદીમાંથી કાંપ અને સફાઈ કરવાના નામે મોટાપાયે આડેધડ અને બેફામ રેતી મીડિયા પર જાહેરાત કરી રહ્યા છે કે નદીની સફાઈ પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં ૨ લાખ ઘનમીટર રેતી ખસેડવામાં આવી છે. જો આ દાવો સાચો હોય તો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલી તોતિંગ માત્રામાં નીકળેલી રેતી ગઈ ક્યાં? તંત્ર બાજ નજર રાખવામાં કેમ નિષ્ફળ ભૂખી નદીમાં થઈ રહેલી આ કથિત સફાઈ કામગીરી અંગે પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગ સહિતના જવાબદાર અધિકારીઓ કેમ કોઈ કડક તપાસ કે બાજ નજર નથી રાખી રહ્યા? શું સરકારી અધિકારીઓ આટલા મોટાપાયે ચાલી રહેલા ખનીજના ઉપાડથી અજાણ છે કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? આ બાબતે મુંદરાના પ્રાંત અધિકારીશ્રિ ભગીરથસિંહ ઝાલાની સાથે વાતચીત કરતા તેઓએ ક્હયુ હતુ કે નદીને સાફ કરી અને રીવરફ્રંટ સમાન સુંદર બનાવાનો એક પ્રોજેકટ કાર્યરત છે, પરંતુ આ નદીમાંથી રેતી ઉપાડી જવાની રોયલ્ટી અથવા તો પરમીટ તો કોઈને અપાયેલી જ ન હોય.! આ સંદર્ભે ચોકકસથી તપાસ કરાવીશુ અને ધોરણસરની કાર્યવાહી થાય તે બાબતે પણ જરૂરી ધ્યાન અપાશે તેવુ શ્રી ઝાલાએ જણાવ્યુ હતુ. તો વળી બીજીતરફ પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના સિનિયરભુસ્તરશાસ્ત્રી શ્રી પંડયાની સાથે વાતચીત કરતા તેઓએ રજામાં રહેલા હતા, ઉપરાંત પણ આ પ્રોજેકટની કાર્યવાહીથી વાકેફ હતા અને તેઓએ કહ્યુ કે, અગાઉ પણ એક વખત ફરીયાદ આવી હતી પરંતુ તપાસ કરતા રેતી-કાંપ ઉપાડી અને નદીના તટ પર જે કાર્ય રીવરફ્રન્ટનું થવાનુ છે તેમાં જ ઉપયોગ કરવામા આવી રહ્યો છે, નદી પટ્ટ બહાર આ રેતી કાંપ લઈ જવામાંઆવતો નથી ઉપરાંત પણ ફરીથી ચોકકસથી આ મામલે તપાસ કરાવીશુ અને નીતીનિયમોની અમલવારીનો ભંગ થતો હશે તો કાર્યવાહી કરીશુ તેવી ખાત્રી ઉચ્ચારી હતી.
...........................
રેતી ઉપડી જ ન શકે, ખાણખનિજને જાણ કરવી જોઈએ,
હું પણ આ બાબતે તપાસ કરાવીશ : શ્રી રણજીતસિંહ જાડેજા
ગાંધીધામ : ડીપીટી કંડલા પોર્ટના સીએસઆર ફંડમાથી ભુખી નદીને જીવંત કરવાની આડમાં જો રેતી ઉપાડવામા આવતી હોય તો એ ચલાવી જ ન શકાય તેવુ વર્તમાન જિલ્લા પંચાયતના આરોગ્ય સમીતીના ચેરમેન અને ભુખી નદીનો પટ્ટ જેમના સમાઘોઘા જિલ્લા પંચાયત વિસ્તારમાં ખાસ કરીને લાખાપર, વાંકી, નાના કાંડાગરા સહિતના વિસ્તારોમાં નદી પટ્ટ આવે છે તેવા શ્રી રણજીતસિહએ આ બાબતે કહ્યુ હતુ કે, નદીમાથી રેતી ઉપડવી જ ન જોઈએ.નદીમાં સાફ કરવાની વાત આવે જ કયાથી છે? અથવા તો રેતી ઉપાડવાનો પણ પ્રશ્ન કયાથી આવે? સરકારે રેતીની લીઝ આપવાનુ જ એટલુ તો બંધ કરી દીધુ છે, રેતી નદી પટ્ટનો કુદરતી સોર્સ છે, વરસાદ આવે, રેતી નદીમાં વધારો હોય તો તે રેતીમાં પાણી ઉતરે અને તે પાણી બાદમાં જમીનમા ઉતરે એટલે નદી અને આસપાસના કુદરતી સોર્સ પણ રીચાર્જ આપોઆપ થઈ જતા હોય છે. રેતી દેશની કુદરતી સંપત્તી છે અને તેનુ રક્ષણ કરવુ જ જોઈએ. આ બાબતે હુ પણ મારી કક્ષાએ ચોકકસથી જવાદબારોનું ધ્યાન દોરીશ તેવી ખાત્રી શ્રી રણજીતસિંહે દર્શાવી હતી.વિસ્તારમાંથી રેતી ભરીને જતા ડમ્પરો અને ટ્રેક્ટરોનું આકસ્મિક ચેકિંગ કરવું.• જો અનધિકૃત ઉત્ખનન કે બિનઅધિકૃત પાસ વગરનો ઉપાડ સાબિત થાય તો ગુજરાત ખનિજ નિયમો અને મ્દ્ગજી હેઠળ ગુનો નોંધી વાહનો જપ્ત કરવા.
...................
કચ્છ કલેકટર વેળાસર આ બાબતે ગંભીરતાથી કરાવે તપાસ
ગાંધીધામ : કચ્છ જિલ્લા પ્રશાસન અને કલેક્ટરશ્રી આ બાબતને ગંભીરતાથી લઈને સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરાવે તેવી લોકમાગ ઉઠી રહી છે. ૧. પૂર્વ કચ્છ ખાણ અને ખનિજ વિભાગ : • ભૂખી નદીમાં ખરેખર કેટલું ઉત્ખનન થયું છે તેનું ડ્રોન સર્વેલન્સ અને ટેકનિકલ માપણી કરાવવું.• ૨ લાખ ઘનમીટર રેતીના ઉપાડ સામે ભરાયેલી રોયલ્ટી ચલણો અને ઈ-વે બિલનું વેરિફિકેશન કરવું. ૨.જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી : • દ્ગર્ય્ં/એજન્સી સાથે થયેલા મૂળ કરારપત્ર અને શરતોની પુનઃચકાસણી કરવી.• નદીમાંથી કાઢવામાં આવેલો માલ ક્યાં ડમ્પ કરવામાં આવ્યો છે અથવા કોને વેચવામાં આવ્યો છે તેની ઓન-સાઇટ ચોકસી કરવી. ૩. સિંચાઈ વિભાગ / ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ :• નદીના મૂળ પ્રવાહ કે તેના કુદરતી તળને નુકસાન પહોંચાડ્યા વગર કામ થયું છે કે કેમ તેનો ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવો.• ‘કાંપ’ કાઢવાની મંજૂરીની આડમાં ઉપયોગી ‘રેતી’ ઉપાડીને વેચી દેવાઈ છે કે કેમ તેની સ્થળ તપાસ કરવી. ૪. પોલીસ પ્રશાસન અને સ્થાનિક તંત્રઃ• નદી વિસ્તારમાંથી રેતી ભરીને જતા ડમ્પરો અને ટ્રેક્ટરોનું આકસ્મિક ચેકિંગ કરવું.• જો અનધિકૃત ઉત્ખનન કે બિનઅધિકૃત પાસ વગરનો ઉપાડ સાબિત થાય તો ગુજરાત ખનિજ નિયમો અને મ્દ્ગજી હેઠળ ગુનો નોંધી વાહનો જપ્ત કરવા.
...........................
નદીઓ જીવીત કરવી હોય તો રેતી ઉપાડવાનુ બંધ કરો : વિરમભાઈ
ગાંધીધામ : ભુખી નદીને પુનઃજીવિત કરવાને માટે કાંપ અને જાડીઓ દર્શાવી અને રેતી પણ આસપાસમાં બ્યુટીફીકેશનમાં નંખાઈ રહી હોવાનુ કહી અને ઉપડી રહી છે, તે કેટલુ યોગ્ય છે? આ બાબતે મુંદરાના અભ્યાસુ એવા વિરમભાઈ નારાણભાઈની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, ડીપીટી-કંડલાએ સીએસઆરના આપેલા ફંડનો આ યોજનામાં વેડફાટ ન થાય તો સારૂ? કારણ કે, રેતીઓને જીવિત રાખવી હાય તો તેના નેચરલ સોર્સ રેતી છે. રેતીના લીધે જ નદીની જળસંગ્રહતા વધી રહી છે. અહી જો કાંપ અને બાવડની જાડીઓના નામે રેતી પણ ઉસેડાતી હોય તો એ યોજના કેટલી ફાયદાકારક નીવડશે એ તો સમય જ કહેશે પરંત ુઅત્યારે તો નુકસાનકર્તા સાબીત થઈ રહી હોવાનુ જણાય છે? શ્રી વિરમભાઈએ જણાવ્યુ હતુ કે, જે કુદરતી પ્રક્રીયાએ છે તેને કુદરત પર છોડી દેવી જોઈએ, નદીને જીવતી કરવી હોય તો રેતી ઉપાડવાનુ બંધ કરો, જાડી અને કાંપને માત્ર સફાઈ કરી વહેણને ખુલ્લા મુકવા જોઈએ.
....................
ભુખી નદીમાં મોટામાથાઓના દર્શન કરાવીને ચાલતી ફિલમ કેટલી સત્ય? કારણ થાય જાહેર?
ગાંધીધામ : મુંદરામાં એક મહત્વકાંક્ષી એવા ભુખી નદીને પુનઃજીવીત કરવાના કાર્યની સામે પ્રબુદ્ધવર્ગમાં જયારે રેતી ચોરી સહિતના મામલે આંતરીક રીતે સવાલો ઉભા થયા જ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ ભુખી નદીના કામના નામે મોટામાથાઓના જે દર્શનો કરાવાઈ રહ્યા છે, જે ફિલમ તેમના નામે ચાલી રહી છે તે ખરેખર કેટલી સત્ય છે? અને તે સેવાઓ પાછળનું કારણ પણ હકીકતમાં શું છે તે જાહેર કરવુ જરૂરી બની રહ્યું છે.
.........................
પ્રબુદ્ધવર્ગ-સ્થાનિક વર્તૃળોમાથી ઉઠતા મોટા સવાલો.!
કરારની સત્યતા શું?ઃ ભૂખી નદીને પુનર્જીવિત કરવા માટે સંબંધિત સંસ્થા સાથે કેવા પ્રકારના કરાર કરવામાં આવ્યા છે? શું તે કરારની યોગ્ય ચકાસણી કે ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવ્યું છે ખરું? રેતી કોની મિલકત?ઃ નદીની જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે તેમાંથી નીકાળવામાં આવેલી રેતીનો ઉપયોગ કોણ કરી શકે? તે કયા નીતિ-નિયમો હેઠળ અને કઈ જોગવાઈઓ આધારે ઉપાડવામાં આવી? રોયલ્ટીની આવક ક્યાં?ઃ ૨ લાખ ઘનમીટર જેટલો તોતિંગ જથ્થો જો ઉપાડી લેવાયો હોય તો તેના બદલામાં રાજ્ય સરકારની તિજોરીમાં કેટલી રોયલ્ટી જમા થઈ? કે પછી સરકારને કરોડોનો ચૂનો લગાડીને ખનીજ માફિયાઓ ખિસ્સા ભરી ગયા?મંજુરી આપી કોણે?ઃ આટલી મોટી માત્રામાં રેતી ઉપાડવા અને તેને અન્યત્ર ખસેડવાની સત્તાવાર મંજુરી કોણે અને કયા આધારે આપી?હજુ પણ નદી સફાઈના નામે મોટાપાયે કામગીરી દર્શાવાઈ રહી છે ત્યારે વાસ્તવિકતા શું છે તેની સત્યતા બહાર લાવવી જરૂરી બની ગઈ છે.
.............................
ભોરારા ગામમાં જ રેતી ઠલવાશે તેવી બાંહેધરી આપી હતી
રેતી નદીપટ્ટમાથી ઉપડીને બહાર ન જવી જોઈએ :
શ્રી અરવિંદસિહ જાડેજા(સરપંચશ્રી ભોરારા)’
ગાંધીધામ : ભુખી નદીને રીચાર્જ પુનઃ જીવિત કરવાની યોજના પર પાછલા બે ત્રણ માસથી કામ ચાલુ છે, દીવસે તો અમે અહીથી રેતી બહાર જતી નથી જોઈએ, રાત્રીના જતી હોય તો અમને ખબર નથી, પરંતુ જયારે આપ્રેાજેકટ આવ્યો ત્યારે અમને ધરપત અપાઈ હતી કે, ભોરારા વિસ્તાર નદીપટ્ટની રેતી અહીથી બહાર નહી જાય, એટલે અમે તો આજે પણ એ જ કહીએ છીએ કે નદીમાંથી રેતી ઉપડવી ન જોઈએ, તથા ઉપડે તો અમારા ગામમાં બાગ-બગીચા કે ક્રીકેટનું મેદાન કે અન્ય કોઈ વિકાસકાર્ય અર્થે વપરાવી જોઈએ તેવુ ભોરારા ગામના સરપંચશ્રી અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.
....................
મુન્દ્રાના પ્રાગપર પાસે ભૂખી નદી માંથી પકડાયેલો
રેતીનો જથ્થો તો માત્ર ‘હિમશીલાની ટોચ’ સમાન
ભૂખી નદીમાંથી કરોડોની રેતીચોરી પર ખાણ-ખનીજ અને મહેસૂલ વિભાગ ક્યારે બોલાવશે કડકાઈ?
મુન્દ્રાઃ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક (ૈંય્ઁ) તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક (જીઁ) દ્વારા જિલ્લાભરમાં ચાલતી ગેરકાયદેસર ખનીજચોરી અને બેફામ ખનનની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ મેળવવા અને કડક કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના પગલે પ્રાગપર પોલીસ ટુકડીએ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં સઘન
પેટ્રોલીંગ હાથ ધરી સાદી રેતી (ખનીજ)નું ગેરકાયદેસર વહન કરતાં ૩ ટ્રેક્ટર-ટ્રોલીઓને ડિટેઇન કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
....................
ખાણ-ખનીજ અને મહેસૂલ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો
ગાંધીધામ : પોલીસ વિભાગે તો પોતાની ફરજ બજાવીને દરોડો પાડ્યો છે, પરંતુ ખાણ-ખનીજ વિભાગ , પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમો આ બાબતે મૌન કેમ છે તે મોટો સવાલ છે. ભૂખી નદીમાં ચાલી રહેલા કરોડોના બેફામ ખનન પર ખાણ-ખનીજ વિભાગ તથા સંબંધિત મહેસૂલી અધિકારીઓની ટીમો સંયુક્ત દરોડા પાડીને કડકમાં કડક કાયદાકીય ધોંસ બોલાવે તેવી લોકમાંગ બુલંદ બની છે.
......................
આ ખનીજચોરી કોના કહેવાથી અને કોની મીઠી નજર હેઠળ ચાલી રહી હતી?
કેટલા સમયથી ભૂખી નદીના પેટાળમાંથી રેતી ઉલેચવામાં આવી રહી છે?
ચોરી કરેલો આ રેતીનો જથ્થો ક્યાં ઠાલવવામાં આવતો હતો અને તેના મુખ્ય ખરીદદારો કોણ છે?
ગાંધીધામ : અરજદારો અને સ્થાનિકોનું માનવું છે કે માત્ર રેતી વહન કરનારા જ નહીં, પરંતુ આ ગેરકાયદેસર નેટવર્કમાંથી રેતી ખરીદનારા મુખ્ય આકાઓ અને માફિયાઓને પણ કેસમાં ફિટ કરીને કાયદાનો સકંજો કસવો જરૂરી છે.
...............
પોલીસની સરાહનીય કાર્યવાહી
ગાંધીધામ : પ્રાગપર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.કે. ભરવાડના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ગોપાલ મહેશ્વરી, યુ.એચ.સી. ઈશ્વર ચૌધરી, યુ.એચ.સી. રાજ જેસર, પી.સી. સામત ગિલવા તથા પી.સી. લાલજી આલ સહિતના સ્ટાફે ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોને આંતરીને તપાસ હાથ ધરી હતી. વાહનોમાં ભરેલી રેતી અંગે જરૂરી પાસ-પરમિટ કે દસ્તાવેજો ન મળી આવતાં
પોલીસે ત્રણેય ટ્રેક્ટર-ટ્રોલી કબ્જે કરી વાહનચાલકો સામે આગળની તજવીજ હાથ ધરી છે.
.............
ભૂખી નદીમાંથી કરોડોની ખનીજચોરીઃ
તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસની માંગ
ગાંધીધામ : સ્થાનિક વર્તુળો અને જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, પ્રાગપર પોલીસે પકડેલો જથ્થો તો માત્ર “હિમશીલાની ટોચ“ સમાન છે! મુન્દ્રા પંથકની ભૂખી નદીમાંથી કરોડો રૂપિયાની સાદી રેતીની ચોરી બિન્દાસ અને સિફતપૂર્વક આચરવામાં આવી રહી છે.લોકોની ઉગ્ર માંગ છે કે માત્ર ટ્રેક્ટર ચાલકો સામે કાર્યવાહી કરીને સંતોષ માનવાને બદલે ઝડપાયેલા શખ્સોની કડક પૂછપરછ (ઈન્ટ્રોગેશન) કરવામાં આવે.

Comments