રાપરના ગાગોદર પાસે SMC ત્રાટકી : રૂ.૭૮.૫૭ લાખ ના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું ટ્રેલર જપ્ત
જય ગોગા રાજસ્થાની હોટલના પાર્કીંગમાથી કરોડોના દારૂના નેટવર્કનો પર્દાફાશ : વાહનના ડ્રાયવર-કલીનરની કરાઈ ધરપકધડ, સ્થાનિક ખાખીધારીઓમાં ફફડાટ : બુટલેગર લોબીમાં પણ ગભરાટ : માલ મોકલનારનું નામ ખુલ્યુ, મંગાવનારાઓ બાબતે તપાસ તેજ
કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી અને એસપીશ્રીની ટીમો અને તેમનો ખાસ સ્ટાફ અથવા તો બ્રાન્ચ શું કરી રહી છે? આઈજીશ્રી અને એસપીશ્રી તેમની ટીમો અને સ્ટાફનો કેમ ન લે કડક ઉધડો.!
બુટલેગરો આયોજનબદ્ધ રીતે દારૂની કરતા હતા હેરફેર : એસએમસીએ પકડયેલા જથ્થામાં વાહન -ટ્રેઈલરમાં નંબર પ્લેટ પણ ખોટી લગાવી હોવાનુ તપાસમાં ખુલ્યું
ગાંધીધામ : :સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે રાપર તાલુકાના ગાગોદર ગામ નજીક ‘જય ગોગા રાજસ્થાની હોટલ’ના પાર્કિંગમાંથી કરોડોના દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે SMC ટીમે રેડ કરી ટ્રેલર(GJ-08-V-
7835) માંથી રૂ. ૪૮,૩૫,૭૩૬ ની કિંમતની વિદેશી દારૂની ૧૩,૫૦૦ બોટલો ઝડપી પાડી હતી. પોલીસે દારૂ, રૂ. ૩૦ લાખનું ટ્રેલર, રોકડ રકમ તથા મોબાઈલ મળી કુલ રૂ. ૭૮,૫૭,૬૬૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ડ્રાઈવર શ્રવણકુમાર મેઘવાલ અને ક્લીનર ચેનારામ જાટ (બંને રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે માલ મોકલનાર નારાયણ જાટ (રહે. સાંચોર) અને વાહન માલિક તથા માલ મંગાવનાર ઈસમો વિરુદ્ધ ગાગોદર પોલીસ સ્ટેશનમાં BNSતથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પી.આઈ. એમ.જે. હુણની આગેવાનીમાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
..........
એસએમસીની રેડથી ચોંકાવનારા સવાલો
ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયેલા રૂ. ૭૮.૫૭ લાખના વિદેશી દારૂના પ્રકરણમાં સ્થાનિક પોલીસની કામગીરી અને શંકાસ્પદ ભૂમિકા અંગે સવાલો ઉભા થયા છે
ગાંધીધામ : ગાગોદર ગામમાં આવેલી ‘જય ગોગા રાજસ્થાની હોટલ’ના પાર્કિંગ જેવા જાહેર સ્થળે કલાકો સુધી વિદેશી દારૂથી ભરેલું ટ્રેલર પડ્યું રહ્યું, છતાં સ્થાનિક પોલીસને તેનો પત્તો કેમ ન લાગ્યો? ર. જીસ્ઝ્ર ના દરોડાથી નેટવર્ક ફેલઃ ગાંધીનગરથી SMCની ટીમે આવીને અંદાજે રૂ. ૭૮.૫૭ લાખનો વિશાળ મુદ્દામાલ ઝડપી પાડ્યો, જે દર્શાવે છે કે સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. ૩ .ખોટી નંબર પ્લેટ અને ચોરખાનુંઃ રાજસ્થાનથી ઘૂસાડવામાં આવેલા દારૂના જથ્થા માટે ટ્રેલરમાં ખોટી નંબર પ્લેટ અને ચોરખાનાનો
ઉપયોગ કરાયો હતો. સરહદી વિસ્તાર હોવા છતાં સ્થાનિક ચેકિંગ દરમિયાન આ વાહન કેવી રીતે પસાર થઈ ગયું? ૪. બૂટલેગરો માટે ‘સેફ ઝોન’? હાઈવે પર આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવાની પેરવી થઈ રહી હતી, ત્યારે શું આમાં સ્થાનિક સ્તરે હપ્તાખોરી કે આંતર-રાજ્ય બૂટલેગરો સાથે છૂપી સંડોવણી હતી કે કેમ, તે અંગે પણ લોકમુખે ચર્ચાઓ જાગી છે.
.......

Comments