Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ અપહરણકાંડમાં નવા કડાકા-ભડાકા :  ખંડણી-અપહરણ ક્યાંક ’ટેકનિકલ’ તો નથી ને?

27 July

પોલીસને કઈંક બગાસું ખાતાં પતાસું મળ્યાની ચર્ચા 



ખાટલે મોટી ખોટ :  ફરિયાદી મૌન કેમ? :  જેની પાસેથી લાખોની ખંડણી મંગાઈ/લેવાઈ, તે શખ્સ પોતે જ સત્તાવાર ફરિયાદ નોંધાવવા આગળ કેમ નથી આવતો?  રેકોર્ડ પર કેમ નહીં? :  ચર્ચા મુજબ પોલીસે હર્ષ, રાજ, બુટલેગર લચ્છુ અને સચિનને ઊંચકી લીધા છે, તો તેમને સત્તાવાર પોલીસ રેકોર્ડ પર કેમ દર્શાવવામાં આવ્યા નથી? શું માત્ર જાવેદ એકને જ બલિનો બકરો બનાવવાની ગોઠવણ?  આખા નાટકમાં માત્ર ’જાવેદ’ એકને જ ફીટ કરી દેવાય અને બાકીના મુખ્ય કાવતરાખોરો છટકી જાય તેવી સેટિંગબાજી તો નથી ગોઠવાઈ ને? 



ગાંધીધામઃ  પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં દીનદહોડે, ભરચક એરીયામાથી વેપારીનુ અપહરણ કરી, તેને ગોંધી રાખી અને તેની પાસેથી લાખોની ખંડણી મંગાઈ હોવાની ઘટના થોડા દીવસો પહેલ જપ્રકાશમાંઆવવા પામી હતી અને આ ઘટનામાં પોલીસ અને કાયદો વ્યવસ્થાની સામે પણ રીતસરના લલકાર જ સર્જાઈ ગયા હતા. જે બાદ આ ઘટનાની તપાસ તેજ થવા પામી છે અને દીલીપ મજીઠીયા કે જેનુ અપહરણ થયુ હતુ તેને લઈને જાવેદ, હર્ષ દિલ્હીવાળો સહીતના નામો ચર્ચામાં આવ્યા બાદ પોલીસે આ શખ્સોની તપાસ તેજ કરી દીધી હતી અને દિલ્હી વાળા હર્ષ સહીતના શખ્સો પોલીસે પુછતાછ માટે દબોચી લીધા હોવાનુ પણ બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યુ છે અને હર્ષનીપુછતાછમાથી આ કેસમાં ઘણા નવા કડાકા ભડાકા થવા પામ્યા હોવાનુ પણ ચર્ચાય છે. ગાંધીધામમાં તાજેતરમાં દિલીપ મજેઠીયાના થયેલા અપહરણની ઘટના બાદ પોલીસ ચોપડે ગુનો નોંધાતા જ સમગ્ર પૂર્વ કચ્છમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ ચર્ચાસ્પદ અપહરણકાંડમાં હવે દરરોજ નવા કડાકા-ભડાકા સામે આવી રહ્યા છે, જેના કારણે આ આખું પ્રકરણ ખરેખર અપહરણ-ખંડણીનું છે કે પછી તેની પાછળ કોઈ ’ટેકનિકલ’ ગોઠવણ કામ કરી રહી છે તેવા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે તપાસ તો તેજ કરી છે, 
પરંતુ જેની પાસેથી લાખો રૂપિયાની ખંડણી લેવાઈ કે માંગવામાં આવી હોવાનું કહેવાય છે, તે શખ્સ પોતે જ હજુ સુધી સત્તાવાર રીતે આગળ આવીને ફરિયાદ નોંધાવવામાં કેમ પાછળ હટી રહ્યો છે? આ એક જ પ્રશ્ને સમગ્ર તપાસનો વળાંક બદલી નાખ્યો છે અને કૂલમાં તરેહ-તરેહની શંકાઓ જન્માવી છે..

........


એલસીબીની તપાસ તેજ : દિલ્હીવાળો હર્ષ ઝડપાયો : જાવેદની શોધખોળ

ગાંધીધામઃ પૂર્વ કચ્છ એલસીબી સહિતની અલગ-અલગ ટીમોએ આ હાઈપ્રોફાઈલ પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં મુખ્યત્વે જાવેદ અને દિલ્હીવાળા હર્ષ સહિતના તત્વો સામે ગાળીયો કસાતો જોવા મળી રહ્યો છે. પોલીસની ભીંસ વધતાં મુખ્ય સૂત્રધાર ગણાતો જાવેદ સરકી ગયો છે અને તેને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરાયા છે. બીજી તરફ, દિલ્હીવાળો હર્ષ પોલીસના હાથમાં આવી ગયો હોવાની ચર્ચા છે. તેની કડક પૂછપરછ દરમિયાન અસંખ્ય ચોંકાવનારા ખુલાસાઓ થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

........

કોલ ડિટેલ્સથી ખુલ્યા ક્રિકેટ સટ્ટાના તાર? રાજ નું પણ નામ સપાટી પર આવ્યું?


ગાંધીધામ :  હર્ષના મોબાઈલની કોલ ડિટેલ્સ ની ઝીણવટભરી ચકાસણી કરાતાં જ પોલીસને મોટો દોરડો મળી ગયો છે. તેમાં અગાઉ ક્રિકેટ સટ્ટા, મ્યુલ બેંક ખાતાઓ અને આંગડિયા મારફતે થતા હવાલા કાંડમાં બહુચર્ચિત રહેલા રાજ (પાંઉભાજીવાળા) સુધી તપાસનો રેલો પહોંચ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જાણકારોનું માનવું છે કે ક્રિકેટ સટ્ટામાં હર્ષ અને રાજ વચ્ચે કરોડો રૂપિયાના મોટા વ્યવહારો થયા છે, જેમાં બેંક ખાતાઓ અને આંગડિયાની કડીઓ મળી આવી છે.


........


આશંકાઓ અને ઉભા થતા તીખા સવાલો

ગાંધીધામ : આ સમગ્ર ઘટનાક્રમમાં જે રીતે નામો ખૂલી રહ્યા છે અને જે રીતે અંદરખાને ખેલ ચાલી રહ્યો છે, તેનાથી અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છેઃ*અટકાયત બાદ રેકોર્ડ પર કેમ નહીં? : લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, પોલીસે આ કેસમાં હર્ષ, રાજ (પાંઉભાજીવાળો), બુટલેગર લચ્છુ અને સચિન સહિતના શખ્સોને ઊંચકી લીધા છે. જો આ વાત સાચી હોય તો હજુ સુધી આ ઝડપાયેલા શખ્સોને સત્તાવાર રીતે પોલીસ રેકોર્ડ પર કેમ દર્શાવવામાં આવ્યા નથી? તેની પાછળનું સાચું કારણ શું? *રૂ. ૧૩ લાખનો ’તોડ’ થયાની ચર્ચા ?ઃ ઘટનાની અંદરની ખબર રાખનારા જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાંથી ચોક્કસ લોકોને છાડી મૂકવા માટે રૂ. ૧૩ લાખ જેટલી મોટી રકમનો ’તોડ’ (સેટિંગ) થઈ ચૂક્યો છે. જો આ વાતમાં સત્યતા હોય તો આ તોડ કોણે કર્યો? શેના પેટે સેટિંગ કરવામાં આવ્યું? અને કોને કોને છોડી દેવામાં આવ્યા? *એકને ફીટ કરી બાકીનાને છાવરવાનો ખેલ? : લોકોમાં ચર્ચા છે કે આ સમગ્ર કાવતરામાં જાવેદ એકમાત્રને આ કેસમાં ’ફીટ’ કરી દેવાય અને બાકીના જે ત્રાગા અને નાટકો રચનારા મુખ્ય ખેલાડીઓ છે તેમને સાફ બચાવીને છોડી મૂકાય તેવી કોઈ મોટી ગોઠવણ તો નથી કરાઈ ને?
.........


ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ અનિવાર્ય



ગાંધીધામ : જે રીતે દિલીપ મજેઠીયાના અપહરણકાંડમાં ક્રિકેટ સટ્ટો, આંગડિયા હવાલા, મ્યુલ એકાઉન્ટ્‌સ અને સેટિંગબાજીના તાણાવાણા વણાયેલા દેખાઈ રહ્યા છે, તે જોતાં આ કેસ સામાન્ય અપહરણનો નથી લાગતો. પોલીસને અચાનક બગાસું ખાતાં પતાસું મળી ગયું હોય તેમ સટ્ટા અને હવાલાનું મોટું નેટવર્ક હાથ લાગ્યું છે. પરંતુ જો આમાં સાચા ગુનેગારો છટકી જશે અને માત્ર ચોક્કસ લોકોને જ બલિનો બકરો બનાવાશે તો 
પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થશે. આ સંજોગોમાં પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર ઘટનાક્રમની તપાસ પર ખુદ સીધું ધ્યાન આપે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તે અત્યંત જરૂરી બની ગયું છે.

.........

Comments

COMMENT / REPLY FROM