Trending News
સ્થાનિક સમાચાર

મુંબઈમાં પ્રતિબંધિત પાકિસ્તાની ‘ગોરી’ ક્રીમ ઝડપાઈ... 

26 July



- તો સરહદી કચ્છમાં પણ આવી કોસ્ટમેટીકસ પ્રોડક્ટસનો કાળો કારોબાર તો નથી થતો ને?

દ્યોગ, બંદરો અને પ્રવાસનનું હબ બનેલા કચ્છમાં પણ પ્રતિબંધિત વિદેશી કોસ્મેટિક્સના વેચાણ અંગે તપાસ જરૂરી : સરહદી જિલ્લો હોવાથી એજન્સીઓએ સતર્ક રહેવાની જરૂર : ભારત સરકારે પ્રતીબંધિત જાહેર કરેલી બ્યુટી-કોસ્ટમેટીકસ આઈટમ્સ જો દેશમાં ધડલ્લેથી વેંચાતી હોય તો પછી બીજું પાકીસ્તાનથી શું-શું નહી આવી જતું હોય? અને વેંચાતું નહી હોય..?


ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, કસ્ટમ્સ, ડીઆરઆઈ, પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ કરે તો ગેરકાયદે આયાત અથવા પ્રતિબંધિત પ્રોડક્ટ્‌સનું વેચાણ અટકાવી શકાય.



ગાંધીધામ : મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં પાકિસ્તાનમાં બનેલી પ્રતિબંધિત ‘ગોરી બ્યુટી ક્રીમ’ વેચતા વેપારીની ધરપકડ અને તેની પાસેથી પાકિસ્તાની કોસ્મેટિક્સનો જથ્થો ઝડપાવાની ઘટના બાદ હવે સરહદી કચ્છમાં પણ આવા પ્રતિબંધિત ઉત્પાદનોના વેચાણ અંગે પ્રશ્નો ઉભા થયા છે. કચ્છ દેશનો સૌથી મોટો સરહદી જિલ્લો હોવા ઉપરાંત મોટા બંદરો, ઔદ્યોગિક વિસ્તારો અને પ્રવાસનના કારણે દેશ-વિદેશના લોકોની સતત અવરજવર રહેતી હોવાથી પ્રતિબંધિત માલસામાનની હેરફેર સામે સતત સતર્કતા જરૂરી બની છે.પ્રબુદ્ધવર્ગમાથી સામે આવતી ચર્ચાઓ અનુસાર તાજેતરમાં જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં સ્પષ્ટ થયું છે કે પાકિસ્તાનમાં ઉત્પાદિત અને ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલી બ્યુટી ક્રીમ બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહી હતી. વેપારી પાસે ન તો ખરીદીના બિલ હતા અને ન આયાતના કોઈ કાયદેસર દસ્તાવેજો. આ ઘટનાએ દેશભરમાં કોસ્મેટિક્સના ગેરકાયદે વેપાર અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. કચ્છમાં મુન્દ્રા સહિતના બંદરો, સરહદી વિસ્તાર અને વેપારી કેન્દ્રોને ધ્યાનમાં રાખતા સંબંધિત એજન્સીઓ માટે પણ આ ઘટના ચેતવણી સમાન બની છે. હાલમાં કચ્છમાં આવા પ્રતિબંધિત પાકિસ્તાની કોસ્મેટિક્સના વેચાણનો કોઈ સત્તાવાર કેસ સામે આવ્યો નથી, પરંતુ બજારમાં મળતી વિદેશી કોસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટ્‌સની નિયમિત તપાસ થાય છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ગાંધીધામ, 
આદિપુર, ભુજ, અંજાર, માંડવી અને અન્ય વેપારી વિસ્તારોમાં વેચાતી આયાતી બ્યુટી પ્રોડક્ટ્‌સની કાયદેસર આયાત થઈ છે કે નહીં, તેની ચકાસણી કરવી જરૂરી હોવાનું જાણકારો માને છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (હ્લડ્ઢઝ્રછ), કસ્ટમ્સ, ડીઆરઆઈ, પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ કરે તો ગેરકાયદે આયાત અથવા પ્રતિબંધિત પ્રોડક્ટ્‌સનું વેચાણ અટકાવી શકાય.મુંબઈમાં થયેલી કાર્યવાહી એ પણ દર્શાવે છે કે પ્રતિબંધિત વિદેશી પ્રોડક્ટ્‌સ મોટા શહેરોમાંથી અન્ય વિસ્તારોમાં પહોંચતી હોઈ શકે છે. તેથી સરહદી કચ્છમાં પણ કોસ્મેટિક્સના વેપાર પર સમયાંતરે ચેકિંગ અને દસ્તાવેજોની ચકાસણી જરૂરી બની છે.જો કચ્છમાં ક્યાંય પણ પ્રતિબંધિત અથવા ગેરકાયદે આયાત કરાયેલી કોસ્મેટિક્સનું વેચાણ થતું હોય તો તેના કારણે ગ્રાહકોના આરોગ્ય સાથે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ જોડાઈ શકે છે. આથી સંબંધિત તમામ એજન્સીઓએ સાવચેતી રાખી સમયસર તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે.


...................

સવાલો... જે જવાબ માંગે છે


૧. કચ્છમાં વેચાતી તમામ આયાતી બ્યુટી પ્રોડક્ટ્‌સના આયાત દસ્તાવેજોની ચકાસણી થાય છે? ૨. સરહદી જિલ્લામાં પ્રતિબંધિત પાકિસ્તાની ઉત્પાદનોની હેરફેર અટકાવવા ખાસ મોનિટરિંગ છે? ૩. ડ્ઢઝ્રછ, કસ્ટમ્સ અને પોલીસ દ્વારા કોસ્મેટિક્સના વેપારીઓનું નિયમિત ચેકિંગ થાય છે? ૪..ઓનલાઈન અને ઓફલાઈન વેચાતી વિદેશી કોસ્મેટિક્સ કેટલી પ્રમાણિત છે? ૫. પ્રતિબંધિત અથવા શંકાસ્પદ ઉત્પાદનો અંગે ગ્રાહકોને જાગૃત કરવા શું કાર્યવાહી થઈ રહી છે?


...................

Comments

COMMENT / REPLY FROM