રવિવારે પણ લખપતમાં ગેરકાયદે દબાણ ઝુંબેશ જારી ઘડુલીમાં દાદાનો બુલડોઝર ફર્યા : રપ દુકાનો તોડી પડાઈ
પીઆઈ અને તા.વિ.અ.ની ઉપસ્થિતિમાં કિંમતી જમીન ખુલ્લી કરાઈ : ગ્રા.પં. દ્વારા ખુલ્લી જમીન પર ગ્રામહાટ સંકુલ ઊભી કરી રપ જેટલી દુકાનો બનાવી જાહેર હરાજી કરાશે
’
નખત્રાણા - કચ્છ ઉદય : લખપત તાલુકાના ઘડુલી ગામે આજે રવિવારે સવારે સરકારી જમીન પર ગેરકાયદે કેબીનો અને પાકા બાંધકામની દુકાનો વહીવટી તંત્ર દ્વારા તોડી પાડી ખુલ્લી કરાવાઈ હતી. તા.વિ. અ. વસંતભાઈ ચંદે કચ્છ ઉદયને
જણાવાયું કે, આ ગામમાં અગાઉ નોટિસ અપાયા બાદ આજે પીઆઈ વી.બી. પટેલના પોલીસ બંદોબસ્ત હેઠળ તમામ રપ જેટલી દુકાનો, કેબીનો તોડી પાડી ર૮ બાય રપ મીટર જેટલું દબાણ જેની કિંમત લાખો રૂપિયામાં અંકાય છે તેને દૂર કરી આ જમીનનો કબજો ગ્રા.પં.ને સોંપવામાં આવ્યો છે. ગ્રા.પં.ના સરપંચ નિલમબેન નિતિનભાઈ પટેલે કચ્છ ઉદયને જણાવ્યું કે, તા.વિ. અ.ની સૂચનાથી આ ખુલ્લી જમીન પર ગ્રામ પંચાયત દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અને ગ્રા.પં.ની આવકના સ્ત્રોત ઊભા થાય અને ધંધાર્થીઓને રોજી-રોટી મળી રહે તે માટે આ જગ્યા પર ગ્રા.પં. દ્વારા ગ્રામહાટ ઊભું કરી ર૦ થી રપ દુકાનો ઊભી કરાશે. નજીકના ભવિષ્યમાં અને તે ભાડા રૂપે આપવામાં આવશે. તેની જાહેર હરરાજી પણ કરવામાં આવશે. બીજી તરફ તાલુકામાં મોટા ભાગના ગામોમાં ઠેર ઠેર સરકારી કિંમતી જમીન પર ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. આ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવા વહીવટી તંત્ર રવિવારે પણ કામગીરી ચાલુ રાખશે તેવા આકરા તેવર જોવા મળે છે.
..................

Comments