ગાંધીધામ બી-ડિવિઝન પોલીસનો સપાટો : મચ્છુનગરમાંથી લાખોનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
રાજસ્થાનથી લવાયેલો દારૂ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો; જથ્થો કોણે મંગાવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ
ગાંધીધામ - કચ્છ ઉદય : મચ્છુનગર વિસ્તારમાં બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી ટેન્કરના ગુપ્ત ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ટેન્કરમાં ૪૦૦થી વધુ પેટી દારૂ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટેન્કર કબજે લઈ એક આરોપીની ધરપકડ કરી છે. આ દારૂ કોણે મંગાવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments