સરહદી કચ્છમાં ડ્રગ્સની ઘૂસણખોરી : માત્ર પેડલર્સ પકડાયા, હવે આકાઓ સુધી ક્યારે પહોંચશે તંત્ર?
ભુજમાંથી લાખોના હેરોઈનજથ્થા ઝડપાતી વેળાએ સુચક લાલબત્તી
છૂટક વેચાણ કે સ્લીપર સેલ? મૂળિયાં ઉલેચવાં અનિવાર્ય
ગાંધીધામ : સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના ભરચક વિસ્તારમાં આવેલી એક ગેસ્ટહાઉસમાંથી લાખો રૂપિયાની કિંમતનો હેરોઈનનો જથ્થો ઝડપાતાં સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પશ્ચિમ કચ્છ એસપીની ટીમે મધરાતે સપાટો બોલાવીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને યુવાધનને નશાના માર્ગે ધકેલાતું અટકાવ્યું હતું. જોકે, આ ઘટનાએ પંજાબથી લઈને છેક સરહદી કચ્છ સુધી ફેલાયેલા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની ગંભીર સ્થિતિ સામે અનેક સવાલો ખડા કર્યા છે.પાકિસ્તાન સરહદને અડીને આવેલા વ્યુહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાંથી લાખોના હેરોઈનનો જથ્થો પકડાવો એ માત્ર એક ગુનાહિત ઘટના નથી, પરંતુ દેશની સુરક્ષા વ્યવસ્થા સામે વાગતી લાલબત્તી છે. પશ્ચિમ કચ્છ એસપી અને તેમની ટીમે મધરાતે દરોડો પાડીને બે શખ્સોને નશાના કારોબાર સાથે ઝડપી પાડ્યા તે સરાહનીય કામગીરી છે. પરંતુ આ ઘટનાએ જે ચિંતાજનક ચિત્ર ઉપસાવ્યું છે તે પંજાબ, રાજસ્થાન અને કચ્છ વચ્ચે ફેલાયેલા આંતરરાજ્ય ડ્રગ્સ કાર્ટેલના ઊંડા મૂળિયાં તરફ ઈશારો કરે છે. કચ્છ એ માત્ર એક જિલ્લો નથી, પરંતુ દેશની સરહદનું રક્ષણ કરતી અંતિમ હરોળ છે. નશાનો કારોબાર અહીંના યુવાધનને બરબાદ કરવાની સાથે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો બની શકે છે. માત્ર બે નાના મોહરાં કે પેડલર્સને પકડીને કેસ બંધ કરી દેવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. પોલીસ વિભાગ અને ઉચ્ચ તપાસ એજન્સીઓએ રિમાન્ડ દરમિયાન કડક પૂછપરછ કરી, પંજાબ જેલમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ્સ અને કચ્છમાં બેઠેલા સ્થાનિક આકાઓ સુધી પહોંચવું પડશે. જો આ આખીય સિન્ડિકેટને જળમૂળથી ઉખાડી ફેંકવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આવા બનાવો ફરીથી બને તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. પ્રજા હવે માત્ર કાર્યવાહી નહીં, પણ આ ડ્રગ્સ નેટવર્કનો કાયમી અંત ઈચ્છે છે.
...............
પંજાબની જેલથી ભુજના ગેસ્ટહાઉસ સુધીઃ સુરક્ષા તંત્રમાં છિંડાં કે બેદરકારી?
ગાંધીધામ : પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો ચોંકાવનારી છે. પંજાબની જેલમાં બેસીને હેરોઈન સપ્લાયનું નેટવર્ક ગોઠવાય છે અને આરોપીઓ પંજાબ તથા રાજસ્થાનથી લાખો
રૂપિયાનું ડ્રગ્સ લઈનેર્ ે ભુજના હાર્દ સમા ભરચક વિસ્તારના ગેસ્ટહાઉસ સુધી પહોંચી જાય છે. અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કેઃ હજારથી વધુ કિલોમીટરના મુસાફરી માર્ગ દરમિયાન આવતા ેલવે પ્રોટેક્શન ફોર્સ રેલવે પોલીસ (ય્ઇઁ)અને વિવિધ રાજ્ય ચેકપોસ્ટો શું કરી રહી હતી? દેશના સરહદી વિસ્તારમાં આટલો મોટો નશાનો જથ્થો સહેલાઈથી ઘૂસી જાય ત્યાં સુધી સ્થાનિક બાતમીદારો કે સર્વેલન્સ સિસ્ટમ કેમ નિષ્ક્રિય રહી? જ્યારે સરહદી વિસ્તારોમાં ચકલી પણ પાંખ મારે તો ખબર પડી જવી જોઈએ, ત્યારે ગેસ્ટહાઉસ સુધી ડ્રગ્સ પહોંચી જવું એ સ્પષ્ટ કરે છે કે ક્યાંક ને ક્યાંક તપાસ પ્રક્રિયામાં મોટાં છિંડાં છે.
.....................
આરોપીઓ આ જથ્થો ભુજમાં છૂટક વેચાણ અર્થે લાવ્યા હોવાની કબૂલાત કરી રહ્યા છે, જે સ્થિતિને વધુ ગંભીર બનાવે છે.
૧.સ્થાનિક ખરીદદારો કોણ?ભુજ અને કચ્છના કયા-કયા વિસ્તારોના યુવાનોને આ નશાના દલદલમાં ધકેલવાની તૈયારી હતી? ૨.આશરો આપનારા કોણ? પંજાબના તત્વોને ભુજમાં રોકાવાની અને સ્થાનિક સ્તરે નેટવર્ક ઊભું કરવાની મદદ કોણે કરી? ૩.સ્થાનિક સપોર્ટ સિસ્ટમઃ સ્થાનિક સ્તરે કોઈ મજબૂત ‘સ્લીપર સેલ’ કે કડી વગર બહારના રાજ્યથી આવીને સીધું વેચાણ કરવું શક્ય નથી.
........................
આખાય કૌભાંડના મૂળિયાં ઉકેલવા જરૂરીઃ તપાસ સમક્ષ મુખ્ય સવાલો અને લાલબત્તી’
ગાંધીધામ : પાકિસ્તાન સરહદને અડીને આવેલા વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવા કચ્છ જિલ્લામાં આટલી મોટી માત્રામાં હેરોઈન પહોંચી જવું એ સુરક્ષા વ્યવસ્થા સામે લાલબત્તી સમાન છે. આ પ્રકરણમાં માત્ર બે આરોપીઓની અટકાયત પૂરતી નથી, પરંતુ આંતરરાજ્ય ડ્રગ્સ કાર્ટેલના મૂળ સુધી પહોંચવું જરૂરી બન્યું છે.
...............
સિન્ડિકેટનો પર્દાફાશ જરૂરી
ગાંધીધામ : કચ્છ જિલ્લો દેશની સરહદ પર આવેલો હોવાથી અહીં ડ્રગ્સની ઘૂસણખોરી રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો બની શકે છે. પશ્ચિમ કચ્છ પોલીસની જાગૃતતાથી મોટી આફત ટળી છે ખરી, પરંતુ જો ભુજ જેવા શહેરમાં આટલી સહેલાઈથી નશાનો કારોબાર ધમધમી રહ્યો હોય તો અન્ય નાના વિસ્તારોની સ્થિતિ વધુ ચિંતાજનક હોઈ શકે. પોલીસ વિભાગ દ્વારા આ સમગ્ર કૌભાંડના આકાઓ સુધી પહોંચીને આખીય સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.

Comments