Trending News
સ્થાનિક સમાચાર

ભારે વરસાદના પગલે ક્ષતિગ્રસ્ત રસ્તાના દુરસ્તીકણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ 

25 July



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા પાણી નિકાલ તથા કચ્છના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તબક્કાવાર રીતે વિવિધ રોડનું સમારકામ કરીને રસ્તાઓને પરિવહન માટે સુગમ બનાવવામાં આવી રહ્યા છે. અત્યાધુનિક મશીનરી તેમજ માનવશ્રમ સાથે માર્ગના દુરસ્તીકરણ તથા પાણીના નિકાલની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વરસાદના કારણે રાપર તાલુકાના આડેસરમાં ભરાયેલા પાણી નિકાલની કામગીરી, નખત્રાણામાં વરસાદના પાણીના નિકાલમાં અડચણરૂપ કચરાની સફાઇ, સાથે વરસાદી પાણીનાં નિકાલની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુવઇથી રવેચી રસ્તો વરસાદના કારણે ક્ષતિ ગ્રસ્ત થતાં રોડને મોટરેબલ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. 
----

Comments

COMMENT / REPLY FROM