Trending News
સ્થાનિક સમાચાર

મીઠીરોહર નજીક LPG ભરેલું ટેન્કર પલટ્યું, મોટી દુર્ઘટનાની ભીતિથી અફરાતફરી

25 July



મુન્દ્રાથી અજમેર જઈ રહેલા ટેન્કરના ટ્રકની ‘ફિફ્થ વ્હીલ’ પિન તૂટી જતાં અકસ્માત સર્જાયો : ગેસ લીકેજ અંગે સત્તાવાર માહિતીની રાહ

ગાંધીધામ : મીઠીરોહર નજીક અજવા પાર્કિંગ પાસે LPGભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ન્ઁય્ ભરેલું ટેન્કર મુન્દ્રાથી રાજસ્થાનના અજમેર તરફ જઈ રહ્યું હતું. દરમિયાન ટેન્કરને ખેંચતા ટ્રકની ‘ફિફ્થ વ્હીલ’ પિન અચાનક તૂટી જતાં ટેન્કર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પર પલટી ગયું હતું. જ્વલનશીલ LPGભરેલું ટેન્કર પલટી જતાં આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માતને કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ચિંતા જોવા મળી હતી.ટેન્કરમાંથી ગેસ લીકેજ થયું છે કે નહીં તેમજ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી છે કે કેમ, તે અંગે હાલ સત્તાવાર માહિતી સામે આવી નથી. LPG અત્યંત જ્વલનશીલ હોવાના કારણે લોકોને ઘટનાસ્થળથી સુરક્ષિત અંતર જાળવવા અને આગ કે ધૂમ્રપાનથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. સંબંધિત તંત્ર દ્વારા તપાસ બાદ અકસ્માતની સંપૂર્ણ વિગતો સ્પષ્ટ થશે.

Comments

COMMENT / REPLY FROM