Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં એનડીઆરએફની ટીમ તૈનાત, સૈન્ય એલર્ટ : કલેકટર

25 July



જિલ્લામાં ર૪ કલાક દરમ્યાન ફલેશ ફલડની આગાહી હોવાથી જિલ્લા સમાહર્તાએ તંત્રને સહકાર આપવા કર્યો અનુરોધ

ભુજ - કચ્છઉદય : હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં આગાહી ર૪ કલાક દરમ્યાન ફલેશ ફલડ એટલે કે આકસ્મિક પુરની આગાહી કરી છે. આ સ્થિતિમાં ઓછા સમયમાં વધુ વરસાદ પડતો હોવાથી બચાવ કામગીરી માટે ઓછો સમય રહે છે. કલેકટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું કે, જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત છે. એસડીઆરએફની ટીમને સરકારે મંજુરી આપતા કચ્છ આવવા રવાના થઈ છે. આ સિવાય આર્મી, બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડ સાથે સંકલન સાધી લેવાયું છે. તેઓ પણ એલર્ટ છે. હાલમાં પોલીસ ગ્રાઉન્ડ લેવલ પર ફરજ બજાવી રહી છે. કોઈ જગ્યાએ સ્થળાંતરની જરૂર પડે તો તંત્રને સહકાર આપવા અનુરોધ કરાયો છે. આ સિવાય અધિક નિવાસી કલેકટર પાર્થ કોટડીયાએ વરસાદના કારણે ભયજનક સ્થળોએ ન્હાવા કે કપડા ધોવા તેમજ માછીમારી કરવા સહિતની પ્રવૃતિ પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ અમલમાં મુકયું છે. આવા સ્થળોએ જોખમી રીતે ફોટા કે સેલ્ફી લેવી નહીં તેમજ તંત્રને સહકાર આપવા જણાવાયું છે.

Comments

COMMENT / REPLY FROM