Trending News
સ્થાનિક સમાચાર

સાંધવ ગામમાં અનોખો ઇતિહાસ રચાયો

24 July



ગામની નિયાણી બહેનોએ ગામમાં કરાવ્યું ચાતુર્માસ

ભુજ - કચ્છઉદય : કચ્છી દશા ઓશવાળ જૈન મહાજન સાંધવ દ્વારા સાંધવ ગામની પાવનધરા ઉપર શાંતિનાથ પ્રભુજીની છત્રછાયામાં પરમ પૂજ્ય સાધ્વી કલ્પરસાશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા-૩નો ભવ્યાતિભવ્ય ચાર્તુમાસ પ્રવેશ થયો હતો. આ સંપૂર્ણ ચાર્તુમાસનો લાભ ગામની નિયાણી બહેનોએ લઇ એક અનોખો ઇતિહાસ રચ્યો હતો.
સાંધવ ગામની નદીકાંઠેથી પૂજ્યશ્રીઓની સ્વાગત યાત્રાનો પ્રારંભ થયો હતો. શણગારેલા બેડા, ધ્વજા પતાકા, શણગારેલી બગી, ન્યુ સુરેશ બેન્ડ, સાફાધારી શ્રાવકો તથા બાંધણીમાં સજ્જ મહિલાઓ સ્વાગત યાત્રાનાં આકર્ષણ બન્યા હતા. શામજીભાઇ દંડ, ગોવિંદજી પટેલ, વિપુલ પટેલ, જયેશ લોડાયા, લહેરચંદ ખોના, જવેરચંદ ખોના, પ્રદિપ ખોના, પદમ લોડાયા, દીપક ડાઘા, રતીલાલ ધ્રોળ, ચેતન ખોના, મહેશ નાગડા, પ્રબોધ મુનવર, હરીશ લોડાયા, પ્રફુલ્લ નાગડા, કિરણ દંડ સહિત વિશાળ સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ સ્વાગત યાત્રામાં જોડાયા હતા. ઉપાશ્રયે પહોંચી પૂજ્ય સાધ્વી ભગવંતોએ માંગલિક શ્રવણ કરાવતાં ચાર્તુમાસમાં થનારી આરાધનાઓની સમજ પૂરી પાડી હતી અને ચાર્તુમાસનાં ૪ મહિનાં દરેકે દરેકને ધાર્મિક આરાધનાઓમાં જોડાઇ જવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલ પટેલે જયારે આભારદર્શન પ્રવિણ મોતાએ કર્યું હતું.
----------

Comments

COMMENT / REPLY FROM