કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની કારોબારી બેઠક યોજાઈ
ભુજ - કચ્છઉદય : કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની કરોબારીની બેઠક સમિતિના અધ્યક્ષ શંકરભાઈ સચદેના પ્રમુખ પદે મળી હતી. આ બોર્ડમાં જિલ્લામાં વર્ધાની પરીક્ષા માટે કેન્દ્રોને સક્રિય કરવા તેમજ જુદી જુદી પરીક્ષા માટેના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવા વગેરે અંગે ચર્ચા -વિચારણા માટે કેન્દ્ર સંચાલકો, પ્રચારકો તથા જિલ્લા તેમજ તાલુકા સમિતિઓના હોદ્દેદારો અને સભ્યોનું જિલ્લા સંમેલન તા.૧ ૬/૮ને રવિવારના રોજ સવારે ૧૦ઃ૩૦ વાગે રાષ્ટ્રભાષા હિન્દી ભવન ખાતે યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું.રોજ-બરોજના કાર્યભાર માટે શંકરભાઈ સચદે, જયંતિભાઈ જોષી, ડો. મહેન્દ્રભાઈ ઠકકર, પી.પી. રાવલ તથા અરૂણાબેન ઠકકરની કોર સમિતિની વરણી કરવામાં આવી હતી. જેના કન્વીનર તરીકે તથા સમિતિના કાર્યકારી મહામંત્રી તરીકે ડો. મહેન્દ્રભાઈ ઠકકરની વરણી કરવામાં આવી હતી.
--------

Comments