કચ્છમાં ખારેકની ખેતી પદ્ધતિઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની તાલીમનું કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના ઈન્ડો-ઈઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સફોર ડેટપામ, કુકમા ખાતે ખારેકની ખેતી પદ્ધતિઓ અંગે ાણ દિવસીય રાષ્ટ્રીય કક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત દેશના વિવિધ ભાગોમાંથી જેમ કે ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાતના ૫૦ અધિકારીઓએ હાજરી આપી હતી.
ઉરીરૂબીનસ્ટીન એગ્રીકલ્ચર અટેચી, ઇઝરાયલ એમ્બેસી સ્છજીૐછફ દ્વારા ખારેકના વાવેતર, ઉત્પાદન, શોર્ટીંગ, ગ્રેડીંગ, માર્કેટિંગ અને તે ક્ષેત્ર પ્રમાણે કેવી રીતે અલગ પડે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ડૉ. એફ. કે. મોઢ, સંયુક્ત બાગાયત નિયામક, મહેસાણા દ્વારા ખારેકના વાવેતર અને પરાગનયન ટેકનોલોજી વિશે વિગતવાર માહિતી આપી હતી. ઇઝરાયલ એમ્બેસી સ્છજીૐછફ, દિલ્હીના પ્રોજેક્ટ ઓફિસર બ્રીહમા દેવે ખારેકના ભવિષ્યવાદી અભિગમો વિશે વાત કરી હતી અને કચ્છ જિલ્લાના નાયબ બાગાયત નિયામક, એમ. એસ. પરસાણીયા દ્વારા કચ્છ જિલ્લામાં બાગાયત પાકોની પરિસ્થિતિ વિશે માહિતી પુરી પાડી હતી. ડૉ. જી. બી. પાટીલ, એસોસિયેટ પ્રોફેસર, સેન્ટર ફોર એડવાન્સ્ડ રિસર્ચ ઇન ટીસ્યુ કલ્ચર પ્લાન્ટ, એએયુ, આણંદએ ખારેકમાં ટીસ્યુ કલ્ચર વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.
-------

Comments