Trending News
સ્થાનિક સમાચાર

અંજારના ગંગાનાકા વિસ્તારમાં વીજશોકથી પાંચ ગૌવંશના કરુણ મોત

24 July


ભુજમાં પણ વીજપોલમાં કરંટ ઊતરતાં એક બળદનું મોત

અંજાર - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં થઈ રહેલા જર્મર વરસાદના પગલે અબોલજીવોએ જીવ ગુમાવ્યા ની ઘટનાઓ સામે આવતા અરેરાટી ફેલાઈ છે. અંજારના ગંગાનાકા વિસ્તારમાં વીજપોલમાં અચાનક કરંટ ઊતરી જતાં પાંચ ગૌવંશના મોત નિપજવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વીજપોલમાં કરંટ ઊતરવાને કારણે એકસાથે પાંચ ગાયો મૃત્યુ પામતાં સમગ્ર વિસ્તારના સ્થાનિકો અને ગૌપ્રેમીઓમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત ભુજના ભીડનાકા પાસે આવેલા ઘાસચારા માર્કેટની સામે સીસીટીવી કેમેરાના પોલમાં પણ શોર્ટ સર્કિટ થવાના કારણે કરંટ લાગતાં એક બળદનું મૃત્યુ થયું હતું. વીજ તંત્ર અને સંબંધિત સત્તાધીશોની બેદરકારીના કારણે બનેલી આ ઘટનાઓને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM