ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં વીજ થાંભલામાં શોર્ટ સર્કિટથી ભડાકા
ભુજ - કચ્છઉદય : ભુજ શહેરના અત્યંત ભરચક એવા બસ સ્ટેશન વિસ્તારમાં હળવા વરસાદી માહોલ વચ્ચે વીજ થાંભલા પર અચાનક શોર્ટ સર્કિટ થતાં જોરદાર ભડાકા થયા હતા. દુકાનોની બિલકુલ બહાર આવેલા વીજ થાંભલામાં અચાનક તણખા અને ધમાકા થતાં આસપાસના વેપારીઓ તથા રાહદારીઓમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવ બનતા જ સ્થાનિક વેપારીઓએ ત્વરિત જાગૃતિ દાખવીને વીજ વિભાગને આ અંગે જાણ કરી હતી.

Comments