Trending News
સ્થાનિક સમાચાર

માધાપર લોહાણા મહાજન દ્વારા પાર્ટી પ્લોટનું ભૂમિપૂજન યોજાયો

23 July



ભુજ - કચ્છઉદય : માધાપર લોહાણા મહાજન સંચાલિત શ્રી જલારામ પાર્ટી પ્લોટના ભૂમિપૂજનનો મંગલ પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પર્યાવરણ જતનનો સંદેશ આપતા વૃક્ષારોપણનો સરાહનીય કાર્યક્રમ પણ યોજાયો હતો. કેસર બાગ રોડ, નવાવાસ સ્થિત આ નવનિર્માણ પામનાર વિશાળ પાર્ટી પ્લોટ માધાપર અને આસપાસના વિસ્તારમાં વસતા ૨૫૦૦થી પણ વધુ રઘુવંશી જ્ઞાતિજનોના વિવિધ સામાજિક, ધાર્મિક અને પ્રસંગોચિત આયોજનો માટે અત્યંત મહત્વપૂર્ણ અને સુવિધાસભર કેન્દ્ર બની રહેશે.
શ્રેષ્ઠ કાર્ય માટેની પાવન ભૂમિના પ્રણેતા કાંતાબેન મુલજી ખીમજી કોટક પરિવાર ખાવડાવાળા (હ. સુરેશભાઈ, ચમનભાઈ, કિરણભાઈ) તથા ભૂમિના દાતા કાંતાબેન ભરતકુમાર પવાણી પરિવાર (હ. નિરાલીબેન મીતેશભાઇ પવાણી, રીયાન્શ , ફલક) એ માતબર યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પધારેલા ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાએ માધાપર લોહાણા મહાજનની આ દૂરંદેશી પહેલને હૃદયપૂર્વક બિરદાવી હતી અને દાતા પરિવારની સમાજભાવનાને બિરદાવી તેમનું શાલ તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી વિશેષ સન્માન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે માધાપર મહાજન પ્રમુખ મનોજભાઈ ઠક્કરે ઉપસ્થિત મહાનુભાવોનું સાદર શબ્દોથી સ્વાગત કર્યું હતું. તેમણે ભૂમિના પ્રણેતા પરિવાર અને ભૂમિના દાતા પરિવારનો પરિચય આપતા વર્તમાન સમયમાં આ આધુનિક પાર્ટી પ્લોટની અગત્યતા અને સમાજ માટે તેની ઉપયોગિતા વિશે વિગતવાર ભૂમિકા બાંધી હતી.
ભુજ મહાજન પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, કમલ કરિયા, હરીશભાઈ કતીરા, હિતેશભાઈ મજીઠીયા, નખત્રાણા મહાજન પ્રમુખ રાજેશભાઈ પલણ, અગ્રણીઓ જયેશભાઈ સચદે, કિરણભાઈ ગણાત્રા, નરેશભાઈ પુજારા સહિત વિવિધ ગામોના લોહાણા મહાજનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી માધાપર મહાજનના આ ભગીરથ કાર્યને સમયની જરૂરિયાત ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. માધાપર મહાજનના પૂર્વ પ્રમુખો જયસુખભાઈ રાજદે, દિલીપભાઈ ભીંડે, નટવરલાલ રાયકુંડલ, નરેન્દ્રભાઈ મીરાણી, ભરતભાઈ ભીંડે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સ્થાનિક લોકપ્રતિનિધિઓ નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ વાલજીભાઈ આહીર, જિલ્લા પંચાયત સભ્ય  રમેશભાઈ ચાડ, તુષારીબેન વેકરિયા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા પંચાયત સભ્યો ભરતભાઈ રાઠોડ, કુલદીપસિંહ જાડેજા, હરેશભાઈ પિંડોળીયા, વિનોદભાઈ પિંડોળીયાએ હાજર રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે માધાપર મહાજનના અગ્રણીઓ હિતેશભાઈ મજીઠીયા, રોહિત જોબનપુત્રા, જીગર રાજદે, રાજેશ આથા, ઘનશ્યામ ચોથાણી, ધીરજભાઈ ઠક્કર, હર્ષદ ઠક્કર, મેહુલ નટવરલાલ, રાજેશ ભીંડે, હાર્દિક ભીંડે, વિનોદ મીરાંણી તથા અમૃત બાવડે જહેમત ઉઠાવી હતી. મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન જોબનપુત્રા, કિરણબેન ઠક્કર, તારાબેન પોપટ, પ્રીતીબેન આથા તેમજ યુવક મંડળ પ્રમુખ યજ્ઞેશ ઠક્કર, શિવમ ઠક્કર, ચેતન ઠક્કર, કુણાલ ઠક્કર અને વિરલ પોપટ સહિતના સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન મહાજન મંત્રી કપિલભાઈ દૈયા તથા દિનેશભાઈ રાજદે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નરેશ દાવડાએ ઉપસ્થિત તમામ અતિથિઓ, દાતાઓ અને જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
------------

Comments

COMMENT / REPLY FROM