નિરોણાની શાળામાં કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરાઈ
ભુજ - કચ્છઉદય : એસ.એસ.પી.એ હાઈસ્કુલ નિરોણા મધ્યે શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ‘કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસ’ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ કિશોર- કિશોરીઓના સર્વાંગી વિકાસ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. મુખ્ય અતિથિ તરીકે નખત્રાણા હેલ્થ કાઉન્સેલર કાંતિભાઈ, નિરોણા પી.એચ.સીના હેલ્થ સુપરવાઇઝર દામજીભાઈ તેમજ મહિલા હેલ્થ વર્કર રમીલાબેન ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ દામજીભાઈએ તંદુરસ્ત શારીરિક, માનસિક તેમજ સામાજિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ કાંતિભાઈ દ્વારા પીએમજેવાય કાર્ડ વિશે તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આભારવિધિ શિક્ષિકા અલ્પાબેન બુચિયાએ કરી હતી.
------

Comments