ખેલકૂદ ક્ષેત્રે માતૃશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયનો ડંકો
ભુજ - કચ્છઉદય : માતૃશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે શાળાનું નામ રોશન કરીને અદ્દભૂત સિદ્ધિ હાંસિલ કરી છે. તાજેતરમાં યોજાયેલ શાળાકીય તાલુકાકક્ષા તેમજ જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો અને એથલેટિક્સ અન્ડર ૧૪, ૧૭, ૧૯ સ્પર્ધામાં શાળાના હોનહાર વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન પદ મેળવ્યું છે. વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થા પરિવારવતી તમામ વિજેતા ખેલાડીઓ અને તેમને રાત-દિવસ સખત મહેનત કરાવી સજ્જ કરનાર વ્યાયામ શિક્ષકમિત્રો સચિનભાઈ, મેહુલભાઈ, અનીશભાઈ, પારસભાઈ, જતીનભાઈ, જેતાભાઈ, પ્રકાશભાઈ, કિશનભાઇ કેરાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મેદાન પર ખેલાડીઓએ બતાવેલી રમતની ભાવના, શિસ્ત અને એકતા ખરેખર પ્રશંસનીય હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખો, ટ્રસ્ટીઓ, આચાર્ય અને ગૃહપતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં પણ આવું જ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને જીવનમાં સતત આગળ વધવા માટે ખાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.
-----

Comments