ભુજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ
ભુજ - કચ્છઉદય : જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં તાલુકાકક્ષાએ મંજુર થયેલા સામુદાયિક સ્વચ્છતા સંકુલનું નિર્માણ કરવા અર્થે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે પ્રવાસન સ્થળોના રૂટના ગામોમાં સામુદાયિક સ્વચ્છતા સંકુલ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું, જેથી પ્રવાસીઓને સુવિધા પ્રાપ્ત થઇ શકે. બેઠકમાં તાલુકાકક્ષાએ મંજૂર થયેલા સામુદાયિક સ્વચ્છતા સંકુલની વિગતો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નીકુંજ પરીખે રજૂ કરીને તેની ડીઝાઇન, તેમાં સુવિધા સહિતની વિગતોથી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અવગત કર્યા હતા. જિલ્લા સુખાકારી સમિતિની બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
--------

Comments