Trending News
સ્થાનિક સમાચાર

નારાણપર ખાતે સંસ્કૃત સંગોષ્ઠી સત્ર યોજાયું

23 July



ભુજ - કચ્છઉદય : સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત ઘનશ્યામ એકેડમી અને ઘનશ્યામ વિદ્યાલયમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન અને વિકાસ માટે કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલની પ્રેરક ઉપસ્થિતિમાં સંસ્કૃત સંગોષ્ઠી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ અને વિદ્વાન વકતા સ્વામી સત્યપ્રસાદ દાસજી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળા આચાર્ય પંકજ રાજગોરે સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
હિમાંજય પાલીવાલનું શાળા પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે સંસ્કૃતના વિકાસ અને સંવર્ધનની વાત કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન  આપ્યું હતું. આ સાથે તેમણે ઘનશ્યામ વિદ્યાલય શાળા અંતર્ગત ચાલી રહેલ સંસ્કૃત કક્ષની મુલાકાત લઇને વિવિધ પ્રવૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં શાળાના સંચાલક સ્વામી નારાયણવલ્લભ દાસજી, સ્વામી ધર્મચરણ દાસજી, સ્વામી ઘનશ્યામ કેશવદાસજી, સ્વામી દિવ્ય પ્રકાશદાસજી, સ્વામી સત્યપ્રસાદ દાસજી, નોડલ ઓફિસર ઘનશ્યામભાઈ નાકર અને જીગરભાઈ દવે, શાળા ટ્રસ્ટ્રી નવનીભાઈ પાંચાણી, શિવજીભાઈ વેકરિયા સાથે સંચાલક સંજય ટાંક, રોનક રાવલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય રિદ્ધિબેન રાવલ, ગુજરાતી માધ્યમના આચાર્ય પંકજ રાજગોર, સંસ્કૃત કક્ષ સંયોજક ડિમ્પલબેન ગોર અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આભારવિધિ રોનક રાવલ અને સંચાલન દિવેશ મોઢે કર્યું હતું.
-------- 

Comments

COMMENT / REPLY FROM