Trending News
સ્થાનિક સમાચાર

દહીંસરા હાઇસ્કૂલ ખાતે સંસ્કૃત કક્ષની લીધી મુલાકાત 

23 July



ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ચેરમેન હિમાંજય પાલીવાલે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા  દહીંસરા ખાતે સંસ્કૃત બોર્ડ ેયોજના પંચકમ અંતર્ગત ફાળવેલ સંસ્કૃત કક્ષની મુલાકાત લઇને કામગીરીની પ્રશંસા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત બાદ શાળાના આચાર્ય તથા કચ્છ જિલ્લા સંસ્કૃત બોર્ડ નોડલ ઘનશ્યામભાઈ નાકર દ્વારા હિમાંજય પાલીવાલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને સંસ્કૃત બોર્ડ અને તેના કાર્યો વિશેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે હિમાંજય પાલીવાલ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના મહત્વ વિશે સરળ રીતે માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે સંસ્કૃત ભાષા શાળાથી સમાજ સુધી લઈ જવા આહ્‌વાન કર્યું હતું.  કાર્યક્રમની આભારવિધિ સંસ્કૃત કક્ષના સંયોજક શિવાની ઠાકરે કરી હતી. કાર્યક્રમનું સંચાલન નિરાલીબેન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
---- 

Comments

COMMENT / REPLY FROM