Trending News
સ્થાનિક સમાચાર

કિડીયાનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. દ્વારા જ્ઞાનવર્ધક અભ્યાસ પ્રવાસ યોજાયો

23 July



અંજાર - કચ્છઉદય : કિડીયાનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. દ્વારા સભાસદો અને પશુપાલકો માટે જ્ઞાનવર્ધક અભ્યાસ પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અભ્યાસ પ્રવાસ દરમિયાન સભાસદોએ સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, સરહદ ડેરી કૅટલ ફીડ પ્લાન્ટ, ચંદ્રાણી અમૂલ ફાઉન્ડેશન તથા અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દૂધ ઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રની આધુનિક કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં દૂધ સ્વીકાર વિભાગ, ગુણવત્તા પરીક્ષણ પ્રયોગશાળા, દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ, પેકેજિંગ વિભાગ, કોલ્ડ સ્ટોરેજ અને ચિલિંગ સિસ્ટમ, પશુપાલક વિકાસ અને તાલીમ કેન્દ્ર, પશુ આરોગ્ય તથા કૃત્રિમ ગર્ભાધાન  સેવાઓ, પશુ આહાર પ્રોજેક્ટ, બાયોગેસ પ્લાન્ટ, સોલાર એનર્જી, પાણી સંરક્ષણ, ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે અંગે વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ચંદ્રાણી અમૂલ ફાઉન્ડેશન દ્વારા ગ્રામ વિકાસ, મહિલા સશક્તિકરણ તથા પશુપાલક કલ્યાણ માટે અમલમાં મુકાતી વિવિધ યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. 
આ પ્રસંગે કિડીયાનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ના પ્રમુખ ડાયાજી ભીમજી પરમાર દ્વારા સરહદ ડેરીના ચેરમેન વલમજી આર. હુમલનું રાજસ્થાની સાફો પહેરાવી તથા તલવાર અર્પણ કરીને પરંપરાગત અને ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું. સભાસદોએ આ અભ્યાસ પ્રવાસને અત્યંત જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયક અને યાદગાર ગણાવી ભવિષ્યમાં પણ આવા અભ્યાસ પ્રવાસો યોજાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. કિડીયાનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.નો જ્ઞાનવર્ધક અભ્યાસ પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM