Trending News
સ્થાનિક સમાચાર

દેવપર (યક્ષ) ખોડિયાર મંદિરે અષાઢી નવરાત્રી ઉજવાઈ 

22 July


હોમ હવન, આરતી, પૂજા, શણગાર, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા 

નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના દેવપર (યક્ષ) નજીક ચોકડી સામે આવેલ ખોડિયાર માતાજી મંદિરે અષાઢી (ગુપ્ત) નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. અષાઢી આઠમના દિવસે નવરાત્રી સંપન્ન પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 
મંદિરના પૂજારી જીતુગિરિ ગોસ્વામીના સાનિધ્યમાં સવારે હોમ હવન, આરતી, પૂજા, શણગાર બાદ રાત્રે સંતવાણી યોજાઈ હતી, જેમાં સંતો, મુલગિરિ ગોસ્વામી - અજાપર મોમાય ટેકરી તથા નીતિનગિરિ ગોસ્વામી અંબેધામ સુખપરે કહ્યું કે, આ સ્થાનકે માતાજીની આઠમ નિમિતે સંતવાણી યોજાઈ હતી, તે પ્રાચીન પરંપરા ઠાકરથાળીને જાળવી રાખવા શીખ આપી હતી. મહંત જીતુગિરિએ સ્થાનકના વિકાસ માટે સેવકો અને પ્રજાના પ્રતિનિધિઓ આગળ આવ્યા છે તેમણે કચ્છમાં તાકીદે સચરાચર મેઘવર્ષા થાય તેવી સૌવતી માતાજીને પ્રાર્થના કરી હતી. રાત્રે સંતવાણીમાં ચિરાગ ગોસ્વામી, કિષ્ણા ભાનુશાલી (બાળકલાકાર), પ્રકાશસિંહ જાડેજા, વિનયકાંત ગોરે ભજનો, રાસ ગરબાની રમઝટ કરી હતી. આ ટાંકણે મુંદરા દશનામ ગોસ્વામી, સમાજના પ્રમુખ દિનેશગિરિ ગોસ્વામી, આશિષભાઈ કારાવદરા, જીઈબીના ચેતનભાઈ જોષી, કથાકાર વિનેશ વ્યાસ, ગ્યારચંદ્રવંશી, જયદીપસિંહ જાડેજા, જીતુભા સોઢા, રિદ્ધિબેન નાયાણી, શાંતિલાલ નાયાણી, કાન્તિભાઈ મિસ્ત્રી, જગદીશ ભગત, નંદુભાઈ પટેલ, ડો. અશોક ભાનુશાલી, મુકેશ મહેશ્વરી, વેરશી મહેશ્વરી, મુકેશ ગઢવી, મુકેશ પંડ્યા, રમેશ શિંગાળા, હંસાબેન ગોસ્વામી, ભાવનાબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ચંપકભાઈ રાવલે કર્યું હતું. 
----

 

Comments

COMMENT / REPLY FROM