Trending News
સ્થાનિક સમાચાર

મુસ્લિમ એજ્યુકેશન શાળામાં જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા યોજાઈ

22 July


મુસ્લિમ અજ્યુકેશન શાળાએ બે ગોલ્ડ મેડલ મેળવ્યા

ભુજ - કચ્છઉદય : અહીંની ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત શાળામાં બહેનો માટેની સીજીએફઆઈ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં મુસ્લિમ એજ્યુકેશન શાળાએ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. સંસ્થાના ચેરમેન અલીમોહમ્મદ એમ. જત, સેક્રેટરી જુમ્મા આઇ.નોડે અને શાળાના આચાર્ય જુસબખાન આઇ. ટાકે પ્રાસંગિક પ્રવચન સાથે સ્પર્ધાની શરૂઆત કરાવી હતી.
મુસ્લિમ એજ્યુકેશન શાળાની બે  વિદ્યાર્થીની ગજણ માહિરા ઇદ્રીશ અને સુમરા સેફીના ઈબ્રાહીમે ગોલ્ડ મેડલ જીત્યા હતા. શાળાના રમતગમતના શિક્ષકો અયાઝ એચ. ઝાખરા, હમીદ ઓ.સુમરા, રૂબીના લુહાર અને શેખ મુશાહીદે સમગ્ર સ્પર્ધાની વ્યવસ્થા અને સંચાલન સાંભળ્યું હતું. સંસ્થાના વાઇસ ચેરમેન અમીરઅલી એચ.લોઢીયા, સેક્રેટરી યુનુસભાઈ હિંગોરા, ખજાનચી બશીરભાઈ મેમણ અને અન્ય તમામ ટ્રસ્ટીઓએ અભિનંદન આપ્યા હતા.
------ 

Comments

COMMENT / REPLY FROM