Trending News
સ્થાનિક સમાચાર

ભુજને રક્તરંજિત થતું બચાવવું હોય તો બાયપાસ રોડ એ જ ઉકેલ

22 July



ભુજ - કચ્છઉદય : ભૂકંપ બાદ ભુજનો વિકાસ અને કચ્છમાંથી અંદરના ગામડામાંથી થતું માઈગ્રેશન, શિક્ષણ, આરોગ્ય, ધંધાના કારણે ભુજનો ચૌમુખી વિકાસ થયો છે. રહેણાંક વિસ્તાર સોસાયટીઓ, રિલોકેશન સાઈટો, વિશાળ મોલ, આસપાસ આવેલી શિક્ષણ અને આરોગ્યની સગવડોના કારણે ભુજના રોડ-રસ્તાઓ જે હાઈવે કનેક્ટ છે તેના કારણે છાશવારે અકસ્માતોના કારણે ભુજનાલ ોકોના મરણ થવાથી રક્તરંજિત થાય છે. બાયપાસના અભાવે ભારેખમ ડમ્પરો, વિશાળકાય ટ્રેલરોના કારણે ક્યાંકને ક્યાંક નાના વાહન ચાલકોને હડફેટે લઈ લે છે. આ ડમ્પરો અને ટ્રેલરો બેફામ ચલાવતા હોય છે. કોઈ ગતિ નિયંત્રણ હોતું નથી. વળી અમુક જગ્યાએ સ્પીડબ્રેકરો હોતા નથી અને હોય છે તો વ્હાઈટપટ્ટા હોતા નથી. રસ્તાનું વિસ્તૃતિકરણ ગોકળગતિએ થાય છે ત્યારે ભુજને શેખપીરથી સુખપરનો બાયપાસ રોડ યુદ્ધના ધોરણે બનાવવો જોઈએે. તંત્ર ધારે તો બધું શક્ય છે. રહેણાંક વિસ્તારમાં ભારેખમ વાહનો માટે ગતિ નિયંત્રણ ર૦/૩૦નું રાખવુું જોઈએ. બાયપાસ રોડ મંજૂર થયો છે, પણ ઈચ્છાશક્તિના અભાવે ઝડપી આવતી નથી.
------------

Comments

COMMENT / REPLY FROM