Trending News
સ્થાનિક સમાચાર

આપત્તિ પહેલાંની તૈયારી જ જીવનની સાચી સુરક્ષા છે

22 July


હાથીસ્થાન કન્યા શાળા નં.૩ ખાતે ફાયર સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ અને લાઈવ મોકડ્રિલ યોજાઈ

ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ હાથીસ્થાન કન્યા શાળા નં.૩ ખાતે શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને અગ્નિ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે ફાયર સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ તથા લાઈવ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા ફાયર વિભાગના મુખ્ય ફાયર ઓફિસર સચિન પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઇટર ઇમ્તિયાઝ સમા, ડીસીપીઓ વિશાલ ગઢવી, રૂદ્ર જોશી તથા ટ્રેની સ્ટાફ દ્વારા આગ લાગવાના મુખ્ય કારણો, આગની સ્થિતિમાં ગભરાયા વિના યોગ્ય પ્રતિસાદ કેવી રીતે આપવો, ફાયર બ્રિગેડને સમયસર જાણ કરવાનું મહત્વ તેમજ આગ પર પ્રાથમિક નિયંત્રણ મેળવવાની પદ્ધતિ અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાયર ફાઇટર ઇમ્તિયાઝ સમાએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની આગ અને તેને બુઝાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાયર એક્સ્ટિંગ્યુશરના પ્રકારોની વિસ્તૃત માહિતી આપી હતી. ફાયર એક્સ્ટિંગ્યુશરનો સુરક્ષિત અને અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તેની લાઈવ ડેમો સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ એસએમસી સભ્યોને પણ પ્રાયોગિક રીતે ફાયર એક્સ્ટિંગ્યુશર ચલાવવાની તક આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ હાથીસ્થાન શાળા નં.૩ના આચાર્ય ડૉ. નરેન્દ્ર અદેપાલના માર્ગદર્શન તથા ઉપાચાર્ય એમ.ડી.રાવલ, અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય ભાવનાબેન અને ગ્રુપ શાળાના આચાર્ય જીજ્ઞાબેન ડુડીયા ની દેખરેખ હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમનું સંકલન કોર્ડિનેટર એમ. આઈ. બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કેજલબેન ગોસ્વામીએ જ્યારે આભારવિધિ વિપુલભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર શિક્ષક મંડળ, એસએમસી સભ્યો તથા સંસ્થાના તમામ સભ્યોએ સહયોગ આપ્યો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM