Trending News
સ્થાનિક સમાચાર

નારણપર દશનામ ગોસ્વામી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

22 July



ભુજ - કચ્છઉદય : નારણપર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિવિધ ધોરણોમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
 કાર્યક્રમ નારણપર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ પ્રકાશપુરી ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના મોવડીઓ તેમજ સંત નિર્મળ ગીરીબાપુ પુજારી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉપપ્રમુખ ખોડિયારગીરી ગોસ્વામી, કલ્પેશગિરી ગોસ્વામી, ખજાનચી મનોજગીરી ગોસ્વામી, મંત્રી રાહુલગીરી ગોસ્વામીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપી હતી.
 આ કાર્યક્રમમાં નારાણપર પસાયતી ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન મહેશ્વરી, રાજકીય આગેવાન રાજાભાઈ રબારી, આરએસએસના ભરતભાઈ વરૂ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં નારણપર દશનામ ગોસ્વામી સમાજના યુવક મંડળનો અવિરત સાથ અને સહકાર સાંપડ્યો હતો.  આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિકુંજગીરી ગુંસાઈએ કર્યું હતું. નારણપર ગોસ્વામી સમાજ દ્વારા સમાજમાં શિક્ષણનું મહત્વ વધે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને યોગ્ય પ્રોત્સાહન મળે તે માટે ભવિષ્યમાં આવા સમાજોપયોગી કાર્યક્રમો યોજાતા રહેશે તેમ જણાવાયું હતું. 
----

Comments

COMMENT / REPLY FROM