શનિવારી બજારમાં વરલી મટકાના જુગાર પર પોલીસનો દરોડો
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામના શનિવારી બજારના ગ્રાઉન્ડ પાસે જાહેર જગ્યા પર વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડાતો હોવાની માહિતીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.કોન્સ. મુકેશભાઈ હરલાભાઈ રાઠવાએ દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન સ્થળ પરથી આરોપી જીતુ જીવણભાઈ સથવારા (રહે. સેક્ટર-૬, ગણેશનગર) રોકડા રૂ. ૭૭૦/-, બોલપેન તથા આંકડા લખેલી કાપલીઓ સાથે પકડાઈ ગયો હતો. આ ગુનાની આગળની તપાસ એ.એસ.આઈ. ભરતભાઇ એ. જાદવ તથા એ.એસ.આઈ. કિશોરસિંહ એન. જાડેજા ચલાવી રહ્યા છે.

Comments