Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ વેપારી અપહરણ-ખંડણીકાંડ માં રહસ્યના આટ્ટાપાટ્ટા ચોંકાવનાર કાંડમાં હવાલારેકેટ-ક્રીકેટ સટ્ટો કે અન્ય કંઈ સડ્ડો?

22 July



ગાંધીધામમાં વેપારીનું અપહરણ કરી ૨૦ લાખની ખંડણી વસૂલવાનો ચોંકાવનારો કાંડ, જાવેદ સહિત ત્રણ સામે ગુનો નોધાયો : અપહરણ કરનારાઓને પકડવા પોલીસની કવાયત યથાવત

કાયદો-વ્યવસ્થા-પોલીસ તંત્ર માટે પડકારજનક ઘટના કહેવાય : ઔદ્યોગીક નગરીના ભરચક વિસ્તારમાં વેપારીને ઉઠાવી ખંડણીના ઈરાદે માર મારવાની ઘટનાને અંજામ આપનારાઓને ઝડપથી નશ્યત કરવા જોઈએ : હર્ષ સહદાદપુરીને મળાવવાના બહાને ગાડીમાં બેસાડ્યો, સપનાનગરના મકાનમાં લઈ જઈ બાંધી માર માર્યો; ગળા પર છરી રાખી ઁસ્ આંગડિયા મારફતે ૨૦ લાખ મંગાવ્યા, બાદમાં ઓસ્લો સર્કલ પાસે છોડીને જાનથી મારી નાખવાની ધમકી આપી


આ જાવેદને ઉગતો જ ડામો નહી તો આ મોટુ પાપ બની જશે પછી કાબુમાં કરવો અઘરો થઈ જશે, આ તપાસ અંજારના પીઆઈ શ્રી જાડેજાને સોપો, તો  શ્રી જાડેજા આ જાવેદને ધોળા દીવસે તારા દેખાડતા વાર નહી કરે, આ બહાદુર અધિકારી જાવેદ જેવા કાયદાને લલકારાને મુળ જગ્યાએ આપોઆપ પહોચાડી દેશે


ગાંધીધામઃ ગાંધીધામ શહેરમાં વેપારીનું સનસનાટીભરી રીતે અપહરણ કરી ૨૦ લાખ રૂપિયાની મોટી રકમની ખંડણી વસૂલવાનો ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નેવેક્ષ કન્ટેનર લાઇનના સંચાલક દિલીપભાઈ ગોકળદાસ મજેઠીયા (ઠક્કર) નામના વેપારીનું ગાડીમાં અપહરણ કરી, બંધ મકાનમાં કેદ રાખી, ગળા પર છરી મૂકી માર મારી ૨૦ લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. આ અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જાવેદ નામના શખ્સ સહિત ત્રણ ઈસમો સામે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે બીજીતરફ આ આખાય પ્રકરની પાછળ રહસ્યમય આટ્ટાપાટ્ટા પણ ઉભા થવા પામી રહ્યા છે. પૂર્વ કચ્છના ઔદ્યાગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં આ ઘટના બાદ વિવીધ રહસ્યમય તર્કવિતર્કો ઉભા થવા પામી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, આ ઘટનાની પાછળ હકીકતમાં શું રંધાઈ ગયુ છે? ગુનેગારોને તો પકડવા જ જોઈએ પરંતુ આ રીતે ખંડણીના ઈરાદે અપહરણ ધોળા દીવસે કોઈ કરી જાય તો તેના મુળીયા ઉલેચવા જરૂરી બની રહ્યા છે. ખરેખર આ કેસમાં અપહરણ ખંડણી પાછળ કોઈ ધંધાકીય લેતીદેતી જ હતી કે પછી હવાલાકૌભાંડ કે ક્રીકેટ સટ્ટો કે અન્ય કોઈ કાળા નાળાને લઈને ખેલ ખેલાયો છે? તેની પણ પુરી તપાસ થવી જોઈએ. તહોમતદારોને પકડી અને જેટજેટલાઓના નામો આ કેસમાં ખુલે તે તમામની ઉલટતપાસ પોલીસે કરી અને તેના મુળીયા ઉલેચવા ઘટે તે જ સમયની માંગ બની રહી છે.ગાંધીધામ પોલીસે ફરિયાદી દિલીપભાઈ મજેઠીયાની ફરિયાદના આધારે મુખ્ય આરોપી જાવેદ તથા તેના બે અજાણ્યા સાગરિતો સામે અપહરણ, ગેરકાયદેસર કેદ, મારપીટ, ખંડણી, ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી સહિત ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ અને ખંડણી મેળવનાર ‘સોહીલ’ નામના શખ્સની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.

....................

અપહરણ અને ખંડણી કાંડ સામે ઉઠતા તીખા સવાલો 



૧.દિનદહાડે અપહરણ કરવાની હિંમત કોની? : ગાંધીધામ જેવા ધમધમતા શહેરમાં આસોપાલવ આર્કેડ જેવા જાહેર વિસ્તારમાંથી વેપારીનું દિનદહાડે ગાડીમાં અપહરણ થઈ જાય ત્યાં સુધી પોલીસનું સઘન પેટ્રોલીંગ ક્યાં ગાયબ હતું? ર.મુખ્ય આરોપી જાવેદની પાછળ કઈ ગેંગનો હાથ? : હર્ષ સહદાદપુરીનું નામ વટાવીને વેપારીને વિશ્વાસમાં લેનાર મુખ્ય સૂત્રધાર જાવેદ કોણ છે? શું તે અગાઉ પણ આવા ગુનાઈત ઈતિહાસમાં સંકળાયેલો છે કે પછી તેની પાછળ કોઈ મોટી ખંડણીખોર સિન્ડિકેટ કામ કરી રહી છે? ૩. સપનાનગરનું એ મકાન કોનું?  વેપારીને કલાકો સુધી પૂરી રાખી, હાથ બાંધી ઢોરમાર મારવા માટે ઉપયોગમાં લેવાયેલું સપનાનગરનું મકાન કોની માલિકીનું છે? શું આ મકાન અગાઉ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે વપરાતું હતું? ૪.  આંગડિયા મારફતે ૨૦ લાખ મેળવનાર ‘સોહીલ’ કોણ? વેપારી પાસેથી ૨૦ લાખ રૂપિયાની મોટી ખંડણી ઁસ્ આંગડિયા મારફતે સ્વીકારનાર ‘સોહીલ’ નામનો શખ્સ કોણ છે? આંગડિયા પેઢી દ્વારા આટલી મોટી રકમ ક્યાંથી અને કોણે ઉપાડી, તેની તપાસમાં આંગડિયા નેટવર્કની ભૂમિકા સામે આવશે કે કેમ? પ.ઓસ્લો સર્કલ જેવા ટ્રાફિક વાળા વિસ્તારમાં ફેંકી જવાની પિસ્તોલ જેવી હિંમત કેમ? રૂપિયા વસૂલ્યા બાદ ગાંધીધામના મુખ્ય ઓસ્લો સિનેમા ચાર રસ્તા પાસે વેપારીને ઉતારીને આરોપીઓ બેફામ ભાગી છૂટ્યા, તો વિસ્તારના ઝ્રઝ્ર્‌ફ કેમેરા તપાસીને આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે? વેપારી આલમમાં ભયઃ સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ?શહેરમાં વેપારીઓ સુરક્ષિત નથી તેવો ઘાટો મેસેજ આ ઘટનાથી ગયો છે, ત્યારે ગાંધીધામ પોલીસ આ રોડ-રોમિયો અને ખંડણીખોર તત્વો સામે દાખલારૂપ અને કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરશે?



...............

આંગડિયા મારફતે ૨૦ લાખ રૂપિયા મંગાવી જીવ બચાવ્યો

ગાંધીધામ : આરોપીઓના અમાનુષી અત્યાચાર અને મોતના ડરથી પોતાનો જીવ બચાવવા માટે દિલીપભાઈએ આખરે નમતું જોખ્યું હતું. તેમણે પોતાના ઓળખીતા કલ્પેશભાઈ હાલાણીનો સંપર્ક કરી, ઁસ્ આંગડિયા મારફતે 
આરોપીઓએ આપેલા ’સોહીલ’ નામના વ્યક્તિના નામે તાત્કાલિક ૨૦ લાખ રૂપિયા પહોંચાડવાની વ્યવસ્થા કરાવી હતી. આંગડિયા મારફતે રૂ. ૨૦ લાખની મોટી રકમ હાથમાં આવી જતાં જ આરોપીઓએ દિલીપભાઈને બીજી કારમાં બેસાડ્યા હતા.


......................

ઓસ્લો સર્કલ પાસે ફેંકી દઈ પોલીસ ફરિયાદ કરશે તો પતાવી દેવાની ધમકી

ગાંધીધામ : ખંડણીની રકમ મળ્યા બાદ આરોપીઓ દિલીપભાઈને ગાંધીધામના ઓસ્લો સિનેમા ચાર રસ્તા (ઓસ્લો સર્કલ) પાસે કારમાંથી નીચે ઉતારી ગયા હતા. જતાં-જતાં આરોપીઓએ ધમકી આપી હતી કે “જો આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખીશું.” ભયમુક્ત થયા બાદ દિલીપભાઈએ સમગ્ર આપવીતી પોતાની પત્નીને જણાવી હતી અને હિંમત ભેગી કરી પરિવારજનો સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.



.......................

હર્ષ સહદાદપુરી સાથે લેતી-દેતીના બહાને ગાડીમાં બેસાડ્યો


ગાંધીધામ : પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ, વેપારી દિલીપભાઈ ગોકળદાસ મજેઠીયા (ઠક્કર) જ્યારે પોતાની ઓફિસે પહોંચ્યા ત્યારે આસોપાલવ આર્કેડ નીચે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં બેઠેલા જાવેદ નામના શખ્સે તેમને બોલાવ્યા હતા. જાવેદે તેમને જણાવ્યું હતું કે, હર્ષ સહદાદપુરી પાસેથી બંનેને રૂપિયા લેવાના છે અને તેને મળવા જવાનું છે. જાવેદની વાત પર વિશ્વાસ મૂકીને દિલીપભાઈ ગાડીમાં બેસી ગયા હતા. ત્યારબાદ જાવેદે રસ્તામાંથી અન્ય બે શખ્સોને પણ ગાડીમાં સાથે લીધા હતા અને દિલીપભાઈને હર્ષ સહદાદપુરી પાસે લઈ જવાના બદલે ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં લઈ ગયા હતા.


........................

હાથ બાંધી ધોકાથી માર માર્યો અને ગળા પર છરી રાખી ઢોરમાર માર્યો


ગાંધીધામ : સપનાનગર સ્થિત મકાનમાં પહોંચતા જ જાવેદ અને તેના સાગરિતોએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. આરોપીઓએ દિલીપભાઈના બંને હાથ પ્લાસ્ટિકની પટ્ટીથી બાંધી દીધા હતા. ત્યારબાદ જાવેદ તથા તેના સાગરિતોએ ધોકા વડે દિલીપભાઈને બેફામ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંદી ગાળો આપી, ગળા પર તીક્ષ્ણ છરી રાખીને જાનથી મારી નાખવાનો ભય બતાવી આરોપીઓએ રૂ. ૨૦ લાખની ખંડણીની માંગણી કરી હતી.



 

Comments

COMMENT / REPLY FROM