Trending News
સ્થાનિક સમાચાર

વાંચન દ્વારા વિચાર અને વ્યક્તિત્વ ઘડતરનો ઉદેશ્ય 

21 July


નારાણપર ગામે ઈન્સ્ટિટયુટ ઓફ યુથ ડેવલોપમેન્ટ અને સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગ્રંથ સાર્થીઓના સન્માન કાર્યક્રમ યોજાયો 

ભુજ - કચ્છઉદય : તાલુકાના નારાણપર ગામે ઈન્સ્ટિટયુટ ઓફ યુથ ડેવલોપમેન્ટ અને સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગ્રંથ સાર્થીઓના સન્માન અને પ્રોત્સાહન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંચન દ્વારા વિચાર અને વ્યક્તિત્વ ઘડતરના ઉદેશ્ય સાથે સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ તથા સંયોજક જીજ્ઞાબેન જોશી દ્વારા ચલાવવામાં આવતા ઝોલા પુસ્તકાલયને ૬ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ અને મહિલા પુસ્તક પરબને ૩ વર્ષ પૂર્ણ કરીને ચોથા વ ર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે મુખ્ય મહેમાન ઈન્સ્ટિટયુટ ઓફ યુથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિભાઈ અંતાણીની ઉપસ્થિતિમાં પ્રકલ્પ ચલાવનાર ગ્રંથ સારથીઓના સન્માન કરવામાં આવ્યા હતા. 
શાળાના મંત્રી અને સહમંત્રીએ પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આચાર્ય અને સમગ્ર પ્રકલ્પના માર્ગદર્શક વર્ષાબેન જોષીએ પ્રસંગ પરિચય આપી મહેમાનો રસનિધિ અંતાણી, વર્ષાબેન, દિનેશભાઈ ઠક્કર, હિનાબેનનું સન્માન લતાબેન પટેલે કર્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM