Trending News
સ્થાનિક સમાચાર

મુસ્લિમ એજ્યુકેશન શાળામાં એસજીએફઆઈ જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધા યોજાઇ

21 July


મુસ્લિમ એજ્યુકેશન શાળાએ પાંચ ગોલ્ડ મેડલ મેળવ્યા

ભુજ - કચ્છઉદય : ભુજની ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત શાળામાં એસજીએફઆઈ જિલ્લા કક્ષાની “જુડો” સ્પધો રમાઇ હતી. આ સ્પર્ધામાં મુસ્લિમ એજ્યુકેશન શાળાએ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સ્પર્ધાની શરૂઆતમાં સંસ્થાના ચેરમેન અલીમોહમ્મદ એમ. જત, વાઇસ ચેરમેન અમીરઅલીભાઇ લોઢીયા, શાળાના આચાર્ય જુસબખાન આઈ. ટાંકે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લાની શાળાઓમાંથી ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી મુસ્લિમ એજ્યુકેશન શાળાના લુહાર રિયાઝ ઈશા, જત ફરહાન સલીમ, સમા સુજાન ઇકબાલ, કુંભાર આબીદ અબ્બાસ અને પટણી રૂબાન કાસમે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. શાળાના રમતગમતના શિક્ષકો અયાઝ એમ. ઝાખરા, હમીદ ઓ.સુમરા, રૂબીના લુહાર અને શેખ મુશાહીદે સમગ્ર સ્પર્ધાનું સંચાલન કર્યું હતું. સંસ્થાના સેક્રેટરી જુમ્મા આઈ.નોડે, યુનુસભાઇ હિંગોરા, ખજાનચી બશીરભાઈ મેમણ તેમજ અન્ય તમામ ટ્રસ્ટીઓએ શુભેચ્છા પાઠવી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM