જિલ્લા કક્ષાની "નશામુક્તિ" વિષયક યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્પર્ધાનું આયોજન
ભુજ - કચ્છઉદય : યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી જિલ્લા વહીવટીતંત્ર તથા સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ અને ૨૫ જુલાઈના રોજ જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાની "નશામુક્તિ" વિષયક યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય સ્પર્ધામાં જિલ્લાના વિવિધ શાળા, કોલેજો તેમજ યુવા મંડળોના વિદ્યાર્થીઓ અને યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. સ્પર્ધાઓ દ્વારા યુવાનોમાં નશાના દુષ્પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ સમાજને નશામુક્તિ તરફ પ્રેરિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સ્પર્ધા અંતર્ગત વિવિધ સર્જનાત્મક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે, જેમાં નૃત્ય, ચિત્રકલા, નુક્કડ નાટક, રીલ નિર્માણ તેમજ અન્ય સર્જનાત્મક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધકો પોતાની પ્રતિભા દ્વારા નશામુક્તિનો સંદેશ સમાજ સુધી પહોંચાડશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ માય ભારત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુવા મંડળો તેમજ રસ ધરાવતા યુવાનોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે. આ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્રો તથા આકર્ષક ઇનામોથી સન્માનિત કરવામાં આવશે.
----

Comments