Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં ધોળા દિવસે વેપારીનું કારમાં  અપહરણ : કાયદો અને વ્યવસ્થા સામે ખુલ્લો પડકાર

21 July


ગાંધીધામમાં ધોળા દિવસે વેપારીનું કારમાં અપહરણઃ કાયદો અને વ્યવસ્થા સામે ખુલ્લો પડકાર


BSNL કચેરી સામેથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારીને સ્વિફ્ટ ડિઝાયરમાં ઉઠાવી ગયા : 
ઔદ્યોગિક સંકુલમાં ફફડાટ, પોલીસે યુદ્ધના ધોરણે નાકાબંધી કરી તપાસ આદરી



ગાંધીધામઃ ગાંધીધામ શહેરના અત્યંત ધમધમતા અને ભરચક ગણાતા BSNL કચેરી સામેના વિસ્તારમાંથી ખરા બપોરે એક વેપારીનું દિનદહાડે અપહરણ થતાં સમગ્ર ઔદ્યોગિક સંકુલમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ધોળા દિવસે બનેલી આ સનસનાટીભરી ઘટનાથી સ્થાનિક વેપારી આલમમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે, તેમજ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, ગાંધીધામમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામકાજ ધરાવતા અને કચેરી ધરાવતા એક વેપારીને અજાણ્યા શખ્સો સ્વિફ્ટ ડિઝાયર કારમાં બળજબરીપૂર્વક બેસાડી ઉઠાવી ગયા હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સંકુલના વેપારી વર્ગમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા આ વેપારીનું કયા અંગત કે નાણાકીય કારણોસર અથવા તો કેવા ઇરાદાથી અપહરણ કરવામાં આવ્યું છે, તે અંગે હાલ તુરંત કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

............


પોલીસ તંત્ર હરકતમાં : નાકાબંધી અને સઘન તપાસ શરૂ

ગાંધીધમા : ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ તંત્ર તાત્કાલિક મોડી રાત સુધી યુદ્ધના ધોરણે હરકતમાં આવી ગયું છેવિવિધ પોલીસ વિભાગોની અલગ-અલગ ટીમો બનાવીને બનાવ સ્થળ અને આસપાસના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.શહેરની બહાર નીકળતા  માર્ગો અને ટોલનાકાઓ પર તુરંત અસરથી કડક નાકાબંધી લાદી દેવામાં આવી છે. શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર કાર તેમજ તેને મળતી આવતી તમામ ગાડીઓનું સઘન ચેકિંગ કરવા માટે પોલીસ કર્મચારીઓને સ્પષ્ટ આદેશો આપી દેવાયા છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી તસ્કરો અને ગુનેગારોએ જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વેપારીની ભાળ મેળવવા અને 
અપહરણકર્તાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

...........

 

Comments

COMMENT / REPLY FROM