Trending News
સ્થાનિક સમાચાર

​​​​​​​વરસામેડીની કિંમતી જમીન હડપવાના કાંડમાં ભુજનો  શખ્સ ઈશ્વર દાદલાણી અંતે પોલીસ ઝપ્ટે ચડયો

21 July

આદિપુર પોલીસની ટીમને અભિનંદન : અમદાવાદથી કૌભાંડીને દબોચ્યો


જમીનમાં કાકાનો કોઈ હક્ક, હિસ્સો કે હિત ન હોવા છતાં, તેમાંથી પૈસા કઢાવવાના ઈરાદાથી કાકા જયચંદભાઇ અને ભુજના ઈશ્વર દાદલાણીએ પૂર્વ આયોજિત કાવતરું રચી એક નકલી અને બનાવટી સાટા કરાર ઊભો કર્યાની ફરીયાદ આદિપુરમાં થઈ હતી દાખલ


આ જમીન ફરિયાદીએ અગાઉ વર્ષ ૨૦૨૧માં જ કાયદેસરના વેચાણ દસ્તાવેજોથી અન્ય લોકોને વેચી દીધેલી છે. આમ છતાં, આ જમીનમાં કોઈ હક્ક, હિસ્સો કે હિત ન હોવા ઉપરાંત તેમાંથી પૈસા કઢાવવાના ઈરાદાથી ભુજના ઈશ્વર દાદલાણીએ પૂર્વ આયોજિત કાવતરું રચી એક નકલી અને બનાવટી સાટા કરાર ઊભો કર્યો હતો.ઃ હવે આ તમામ પાસાઓની પુછતાછ બાદ થઈ શકે છે આ પ્રકરણમાં વધુ નવા ખુલાસા


અમદાવાદમાથી અમારી ટીમે ઝડપ્યા છે, કોર્ટમાં રજુ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે : શ્રી વાળા(પીઆઈ, આદિપુર પોલીસ મથક)



આદિપુર : અંજાર તાલુકાના વરસામેડી ગામની કીમતી જમીન હડપ કરવા અથવા તેમાંથી મોટી રકમ પડાવવાના બદઈરાદાથી સગા કાકાએ અન્ય એક શખ્સ સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હોવાની ચોંકાવનારી ઘટના તાજેતરમાં આદિપુર પોલીસ મથકે નોધાવવા પામી હતી. આરોપીઓએ બોગસ સાટાખત બનાવી તેને સરકારી કચેરીમાં સાચા તરીકે રજુ કરતાં  આદિપુર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદીએ જમીન કૌભાંડમાં બોગસ દસ્તાવેજો બનાવવા સબબના જેની સામે ફરીયાદ નોધાવવા પામી હતી તે પૈકીના એક એવા ઈશ્વર દાદલાણીની અંતે પોલીસે ધરપકડ કરી લીધી છે અને કાયદાનો પાઠ હવે તેને પણ ભણવાનો વારો આવવા પામી ગયો હોવાની સ્થિતી સર્જાતી જેાવાઈ રહી છે. આ સંદર્ભે આદીપુર પીઆઈ શ્રી વાડાની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, ફરીયાદ થઈ હતી તેના આધારે તપાસ શરૂ કરવામા આવી હતી અને અમદાવાદ મધ્યેથી અમારી ટીમે ઈશ્વરભાઈ દાદલાણીને આ કેસમાં ધરપકડ કરાઈ છે. હવે કોર્ટમાં રજુ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે તેમ જણાવ્યુ હતુ. 
જે ફરીયાદ નોધાઈ છે તેની જો વાત કરીએ તો “મળતી માહિતી મુજબ, આદિપુરના વોર્ડ નંબર ૩/એ, પ્લોટ નંબર ૩૫૦/૩૫૧ માં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા હિતેશ મહેન્દ્રભાઇ રૂપારેલ (ઠક્કર) (ઉં.વ. ૪૯) એ પોતાના સગા કાકા સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી હિતેશભાઈના સ્વર્ગસ્થ  પિતાજીની માલિકીની વરસામેડી ગામની સર્વે નંબર ૫૧૨/૧ તથા ૫૧૨/૧૮૧ વાળી કીમતી જમીન આવેલી છે. આ જમીન ફરિયાદીએ અગાઉ વર્ષ ૨૦૨૧માં જ કાયદેસરના વેચાણ દસ્તાવેજોથી અન્ય લોકોને વેચી દીધેલી છે. આમ છતાં, આ જમીનમાં કાકાનો કોઈ હક્ક, હિસ્સો કે હિત ન હોવા છતાં, તેમાંથી પૈસા કઢાવવાના ઈરાદાથી કાકા જયચંદભાઇ અને ભુજના ઈશ્વર દાદલાણીએ 
પૂર્વ આયોજિત કાવતરું રચી એક નકલી અને બનાવટી સાટા કરાર ઊભો કર્યો હતો.આ સાટા કરાર તદ્દન ખોટો અને બનાવટી હોવાનું જાણવા છતાં આરોપીઓએ સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર કચેરી, ભુજ-કચ્છ ખાતે અરજી કરી આ દસ્તાવેજ રજૂ કર્યો હતો. જેમાં ખોટી રકમો દર્શાવી, ખોટી સહીઓ કરી તેમજ છેકછાક કરી તેને સાચા તરીકે ચલાવવાનો ગુનો કર્યો છે. આદિપુર પોલીસે  ઇશ્વર ટી. દાદલાણી (રહે. શિવમ બી/૧૭/એ, ભાનુશાલીનગર, ભુજ) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૩૯, ૩૪૦ અને ૬૧(૨) મુજબ ગુનો નોધેલો છે. 




 

Comments

COMMENT / REPLY FROM