ગાંધીધામ પટ્ટાના પાર્કીગમાં હવે બારાતુ જુગારીઓના અડ્ડા પણ ધમધમ્યા : સુરેન્દ્રનગરના ખેલીઓ દબોચાયા
ગાંધીધામ બસ સ્ટેશન પાસે જુગાર રમતા ૪ શખ્સો રોકડ રકમ સાથે પકડાયા“અપના પાર્કિંગમાં ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમતા સુરેન્દ્રનગરના ૪ ઇસમો સામે ‘બી’ ડિવિઝન પોલીસની કાર્યવાહી
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ હાઈવે પર આવેલા અમુક પાર્કીંગ પ્લોટસમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃતીઓ સમયાંતરે પકડાતી જ હોય છે. દરમ્યાન જ હવે અહીના અપના પાર્કીગ પ્લોટમાં પોલીસે બારાતુ જુગારીઓના ખેલની મજા પણ તવાઈ બોલાવીને બગાડી દીધી હોવા સમાન કાર્યવાહી કરવામા આવી હોવાની વિગતો પોલીસ ચોપડે ચડવા પામી ગઈ છે. ગાંધીધામ બસ સ્ટેશન નજીક આવેલા ખુલ્લા પાર્કિંગમાં જુગાર રમતા ચાર ઇસમોને ‘બી’ ડિવિઝન પોલીસે રેડ પાડીને ઝડપી લીધા છે.““પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિભાઈ આલની ટીમે અપના પાર્કિંગની ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહેલા (૧) રમઝાન ચાકુબ સંઘરીયાત, (૨) નુરાભાઈ કાળુભાઈ ઢોળીકત, (૩) અબ્બાસભાઈ હબીબભાઈ સંઘરીયાત અને (૪) રીયાઝ ગુલામભાઈ ટીંબલીયા (તમામ રહે. રણોલ, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર) ને રોકડા રૂ. ૧૦,૧૫૦/- તથા ગંજીપાના સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધ્યો છે.

Comments