નખત્રાણા પોલીસે ગેરકાયદે ડસ્ટ (ભુંસી) વહન કરતું ડમ્પર ઝડપી પાડ્યું
નખત્રાણા - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. શામળા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કેશરભાઈ રાણાભાઈ દેસાઈ સહિતની ટીમે પેટ્રોલીંગ દરમિયાન કોઈપણ જાતની રોયલ્ટી કે પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે ડસ્ટ (ભુંસી) ભરીને જતું ટાટા કંપનીનું એક ટી.સી. ડમ્પર પકડી પાડ્યું છે. પોલીસે આશરે રૂપિયા ૧૦,૦૦,૦૦૦ ની કિંમતનું ડમ્પર જીજે ૦૮ વાય ૫૮૧૭ મુદ્દામાલ તરીકે કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી અંતર્ગત ડીટેઈન કર્યું છે. આ ગેરકાયદેસર વહન બદલ પોલીસે લખપત તાલુકાના ભાડરા ગામના રહેવાસી ૩૪ વર્ષીય કાનાભાઈ વંકાભાઈ રબારી નામના ઇસમની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
------

Comments