Trending News
ક્રાઈમ

નખત્રાણામાં ઘાણીપાસાનો જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

20 July


રૂ. ૨૧,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

નખત્રાણા - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના નખત્રાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જુગારના દૂષણને ડામવા માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ઘાણીપાસાના જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નખત્રાણા પોલીસે જુગાર રમતા સાત ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં રસલીયા ગામના સતાર અલાના કુભાર (ઉ.વર્ષ ૩૭), કોટડા (જ) ગામના સલીમ ઓસમાણ કાઠી (ઉ.વર્ષ ૩૧), તથા ખોભડી મોટી ગામના નવીન નારણગર ગૌસ્વામી (ઉં.વર્ષ ૪૪), મામદ કરીમ ખલીફા (ઉં.વર્ષ ૩૮), રમજુ હુસેન લુહાર (ઉં.વર્ષ ૫૦) અને મુબારક ઇસ્માઇલ લુહાર (ઉં.વર્ષ ૪૦) તેમજ મથલ ગામના મામદ મીઠુ હજામ (ઉં.વર્ષ ૪૫) નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ દરોડા દરમિયાન પોલીસ ટીમે જુગારના અડ્ડા પરથી રોકડા રૂપિયા ૧૧,૪૦૦, અંદાજિત રૂપિયા ૧૦,૫૦૦ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ ફોન અને જુગાર રમવાના સાધન તરીકે ઉપયોગમાં લેવાતા બે નંગ ઘાણીપાસા મળીને કુલ રૂપિયા ૨૧,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ સમગ્ર કામગીરી નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ આનંદભાઇ એમ. ચૌધરી, કેશરભાઇ આર. રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ રબારી સહિતના પોલીસ સ્ટાફના માણસોએ સાથે મળીને પાર પાડી હતી. પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM