Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું 

20 July



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા એક અતિ મહત્વપૂર્ણ કારોબારી બેઠક કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ ડી. જાડેજાની અધ્યક્ષતામાં  યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓના હિત અને વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. 
બેઠકમાં આગામી દિવસોમાં કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ‘સરસ્વતી સન્માન’ સમારોહનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો, જે અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. જિલ્લાની વિવિધ કોલેજોમાં નવી કારોબારી ટીમોની રચના કરવાની પ્રક્રિયા શરૂ કરી, જેની શરૂઆત આજે ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ કોલેજના પ્રમુખ તરીકે ધૈર્યરાજસિંહ જાડેજા  અને સંસ્કાર કોલેજના પ્રમુખ તરીકે ફિયાઝ માજોઠીની નિમણૂક કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન સરકાર દ્વારા યોજાતી  વિવિધ પરીક્ષાઓમાં વારંવાર થતા પેપર લીકની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના અવાજને સરકાર સુધી પહોંચાડવા આવશે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં એનએસયુઆઈ દ્વારા કચ્છમાં વિવિધ સરકારી કોલેજ ફાળવવા માટે રજૂઆત કરવામાં આવશે
બેઠકમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિ.કે. હુંબલ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ ડી. જાડેજા, તીર્થભાઈ ઠક્કર અને જિલ્લા  મહામંત્રી  ફૈઝલ હીંગોરજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
------

Comments

COMMENT / REPLY FROM