મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વોટરકુલરનું લોકાર્પણ કરાયું
ભુજ - કચ્છઉદયઃ ભુજ મધ્યે આવેલ ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વોટરકુલરનું લોકાર્પણ કરાયું હતું.
ભુજ મધ્યે રહેતા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવતા શિક્ષક જત શાબાન મોહમ્મદ તથા સંસ્થાના ચેરમેન જનાબ અલીમોહમ્મદ જતના હસ્તે વોટરકુલરનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેન હાજી અમીરઅલીભાઇ લોઢીયા, સંસ્થાના પૂર્વ ચેરમેન સૈયદ હાજી અબ્દુલરસુલશા બાવા, સંસ્થાના સેક્રેટરી હાજી જુમાભાઈ નોડે, સંસ્થાના સેક્રેટરી જુણશભાઈ હીંગોરા, ખજાનચી બસીરભાઈ મેમણ, શાળાના પ્રિન્સિપલ જુસબખાન ટાંક, શાળા સુપરવાઈઝર રઝીયાબેન મેમણ તેમજ તમામ સ્ટાફગણ હાજર રહ્યા હતા.
--------

Comments