Trending News
સ્થાનિક સમાચાર

ચાતુર્માસ એ આત્મજાગૃતિ અને આત્મકલ્યાણ તરફનો એક પવિત્ર અભિયાન

20 July


ભુજના નવનીત નગર - કોવઈ નગર ખાતે આવેલ અમરસન્સ ઉપાશ્રય મધ્યે ભવ્યાતિભવ્ય ચાર્તુમાસ પ્રવેશ

ભુજ - કચ્છઉદય : અનશનવ્રતધારી,જેન સમાજરત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી સંઘના ચેરમેન જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ ભુજ કવીઓ જૈન સંઘ સંચાલીત ભગવાન મુનિસુવ્રત સ્વામિ જીનાલય નવનીત નગર - કોવઈ નગર મધ્યેે આવેલ અમરસન્સ ઉપાશ્રય ખાતે આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી સંપ્રદાયના કચ્છ કેસરી આ.ભ. પ.પૂ. પૂનમચંદ્રજી મ.સા. તથા અનશન આરાધિકા પ.પૂ. સુનંદાબાઈ મહાસતીજીના સુશિષ્ય પ.પૂ. જીતેન્દ્રમુનિ મ.સા. તથા કાર્યવાહક પ.પૂ. તારાચંદમુનિ મ.સા.ની આજ્ઞાનુવર્તીએ પ.પૂ. નિપુણાબાઈ મહાસતીજી (નવીનાળ), પ.પૂ. અર્પણાબાઈ મહાસતીજી (મોટી ભુજપર) આદિ ઠાણા બેનો ચાર્તુમાસ પ્રવેશનો કાર્યક્રમ ભકિતસભર વાતાવરણમાં ઢોલ -શરણાઈની સુરાવલી સાથે વાજતે ગાજતે સામૈયા સાથે પ.પૂ. સાધ્વી ભગવંતોએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર પરિસર જૈનમ જંયતી શાસનના નારા સાથે ગુંજી ઉઠયું હતું.
સ્વાગત પ્રવચન કરતા સંસ્થાના અધ્યક્ષ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, પ.પૂ. સાધ્વીજી મ.સા.ની નિશ્રામાં આ ચાર્તુમાસ દરમ્યાન યથા શકિત ધાર્મિક ક્રિયાઓ કરી મનુષ્યભવને પ્રભુ ભકિતમાં લીન કરવા અનુરોધ કર્યો હતો. પ.પૂ. સાધ્વી ભગવંત મ.સા.એ માંગલીક પ્રવચનમાં ચાર્તુમાસ અંગે સમજ આપતા જણાવ્યું હતું કે, ચાતુર્માસ એ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્મજાગૃત્તિ અને આત્મકલ્યાણ તરફ એક પવિત્ર અભિયાન છે. આ પવિત્ર અવસરે ઉપસ્થિત સૌ લોકોએ યથા શકિત ધર્મ આરાધના, તપ અને સંયમ દ્વારા મનુષ્ય જીવને પવિત્ર બનાવવનો સંકલ્પ કરીએ એજ ચાતુર્માસની સાચી સાર્થકતા છે.
ચાર્તુમાસ દરમ્યાન જે વાંચન થનાર સુત્ર પ.પૂ. સાધ્વીજી મ.સા.ને વ્હોરાવાનો લાભ વંદનાબેન લક્ષ્મીકાંત પ્રેમજી કારાણી પરિવારે, ચરિત્ર વહોરાવાનો લાભ જયશ્રીબેન અભયકુમાર શાહ પરિવારે, જયારે ગુરૂપૂજનનો લાભ વંદનાબેન લક્ષ્મીકાંત પ્રેમજી કારાણી પરિવાર, કામળી વહોરાવાનો લાભ વાસંતીબેન મોતા, ઉર્મિલાબેન જયંતભાઈ છેડા પરિવારે, મતિજ્ઞાન પૂજનનો લાભ માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર, શ્રુતજ્ઞાન પૂજનનો લાભ હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવારે, અવધિજ્ઞાન પૂજનનો લાભ મહેતા ચંદુલાલ ગોવિંદજી પરિવાર, મનપ્રયાયજ્ઞાન પૂજનનો લાભ માતૃશ્રી ભાનુબેન ધારશી દેઢીયા પરિવારે અને કેવળજ્ઞાન પૂજનનો લાભ બિંદીયાબેન ગુંજન વોરા પરિવારે લીધો હતો. 
આ પ્રસંગે સંઘના ચેરમેન જીગર તારાચંદભાઈ છેડા, મેનેજીંગ ટ્રસ્ટી લહેરીભાઈ છેડા, સંઘ અને મહાજનના ટ્રસ્ટીઓ, સખીવૃંદના સભ્યો, યુવા પાંખના સભ્યો, સામાજીક આગેવાન  અભયભાઈ શાહ, લક્ષ્મીકાંતભાઈ કારાણી, મૌલીકભાઈ શાહ, લાખાપર, પત્રી, નવીનાળ, ભુજપુર, મુંદરા વિગેરે ગામથી પધારેલા ભાવિક ભકતજનો, સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મહાજનના ખજાનચી હરેશભાઈ ગોગરીએ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM