Trending News
સ્થાનિક સમાચાર

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ

20 July



ભુજ - કચ્છઉદય : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે, જિલ્લા ફેર બદલી કેમ્પ અંતર્ગત બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા બાબત, વિદ્યા સહાયક શિક્ષકોએ દિવાળી વેકેશનના સમયમાં લીધેલ તાલીમની વળતર રજાનો લાભમળે તે અંગેનો પરિપત્ર કરવા બાબત, માધ્યમિક વિભાગના શિક્ષકોની જેમ પ્રાથમિક વિભાગના શિક્ષકોને સેલરી પેકેજ એમઓયુના લાભ મળે માટે એસબીઆઈ બેંક સાથે સત્વરે એમઓયુ કરવા બાબત, વર્ષ ૨૦૧૫ અને ત્યારબાદ નિમણુક પામેલ શિક્ષકોના ઓરીજનલ ડોક્યુમેન્ટ્‌સ પરત કરવા બાબત, ૨૦૦૫ પહેલાના જીપીએફમાં સમાવેશ થયેલ કર્મચારીઓની એનપીએસની કપાત જીપીએફમાં જમા થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા બાબત, સરહદી વિસ્તારમાં શિક્ષકોને રહેવા માટે સુવિધા પ્રાપ્ત થતી ન હોઇ આવા શિક્ષકો માટે બીએડીપી અથવા અન્ય ગ્રાન્ટ મારફત ક્વાર્ટર્સ ની સગવડો ઊભી કરવા બાબત, જિલ્લાના બહોળા મહેકમને ધ્યાને લઇ કાયમી ભરતી ન થાય ત્યાં સુધી તાલુકા - જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગની કચેરી ખાતે આઉટસોર્સિંગ મારફત ક્લાર્કની નિમણૂક કરવા બાબત, શિક્ષકોના ચાર્જ બાબત વગેરે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેનો હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપી હતી. આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, રાજ્ય મંત્રી રમેશભાઈ ગાગલ, એચટાટ રાજ્ય મંત્રી અમરાભાઈ રબારી, જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, મહામંત્રી મયુરભાઈ પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ  બળવંતભાઈ છાંગા, જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણ શાહ જોડાયા હતા તેવું પ્રચાર પ્રમુખ તરુણ શાહની યાદીમાં જણાવાયું હતું 
-----

Comments

COMMENT / REPLY FROM