Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનનું અભિવાદન કરાયું

20 July



ભુજ - કચ્છઉદય : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વાર કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શૈક્ષિક કચ્છ જિલ્લા ટીમ દ્વારા  કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન દિનેશભાઈ રૂડાણીની મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમિયાન સૌ પ્રથમ સંગઠનનું ટેબલ કેલેન્ડર અને ભારત માતાની છબી વડે સન્માન કરી સંગઠનની ગતિવિધિઓથી માહિતગાર કરાયા હતા. આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, રાજ્ય મંત્રી રમેશભાઈ ગાગલ, ૐ્‌છ્‌ રાજ્ય મંત્રી અમરાભાઈ રબારી, જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, મહામંત્રી મયુરભાઈ પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ  બળવંતભાઈ છાંગા, જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણ શાહ જોડાયા હતા. તેવું તરુણ શાહ ની યાદીમાં જણાવાયું હતું. 
-----

Comments

COMMENT / REPLY FROM