Trending News
સ્થાનિક સમાચાર

કેવડિયા ખાતે રાજ્યસંઘની કારોબારીમાં પ્રા.શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો ચર્ચાયા

20 July


 ટેટ પરીક્ષા સામે રાષ્ટ્રિય કક્ષાએ આંદોલન કરાશે

ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ( સરકાર માન્ય) ની કારોબારી બેઠક તાજેતરમાં નર્મદા જિલ્લાના એકતાનગર ( કેવડિયા) ખાતે યોજાઈ હતી. પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તેમજ નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન ગોવિંદભાઈ ભીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કારોબારી સભામાં કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશ પટેલ, રાજ્યસંઘના કોષાધ્યક્ષ મહેન્દ્ર વીંછિયા, સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, શાંતુભાઈ મોડા, સિનિયર કાર્યાધ્યક્ષ મીઠાભાઈ પટેલ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓના પ્રમુખ, મહામંત્રી, રાજ્યસંઘના હોદ્દેદારો અને રાજ્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા સંઘના પ્રમુખ સુરેશ ભગતે સૌને આવકાર્યા હતા. સિ. મંત્રી પ્રભાતસિંહ ખાંટે ગત સભાની પ્રોસિડિંગનું વંચાણ કર્યું હતું તો મહામંત્રી જૈમિન પટેલે વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા. વિવિધ જિલ્લા સંધો દ્વારા પ્રા. શિક્ષકોને સ્પર્શતા પડતર પ્રશ્નો રજૂ થયા હતા.જેમાં ૨૦૧૦ પહેલાંના તમામ શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ, સને. ૨૦૦૫ પહેલાંના શિક્ષકોના જીપીએફ ખાતાં ખોલવાની કાર્યવાહી કરવા, સને. ૨૦૦૫ પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા, બદલી પામેલ શિક્ષકોને ૧૦૦% છૂટા કરવા, સીસીસી પરીક્ષાના સર્ટીફિકેટ બાબત તથા સીસીસીની મુદત વધારવા, બદલીના નિયમોમાં સુધારા કરવા સાથે બીજીવાર જિલ્લાફેર કરવા, એચટાટના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા, નવરચિત જિલ્લાઓના પ્રાથમિક શિક્ષકોના જીપીએફ ખાતાં ખોલવા તથા જીપીએફની રકમ ટ્રાન્સફર કરવા, તાલુકા - જિલ્લા કક્ષાની શિક્ષણ શાખાઓની કચેરીમાં પૂરતો સ્ટાફ ફાળવવા,ખાલી જગ્યાઓ ઉપર પૂરા પગારી શિક્ષકોની ભરતી કરવા, જીપીએસસી દ્વારા લેવામાં આવનાર આગામી પરીક્ષાઓમાં શિક્ષકનો અનુભવ માન્ય ગણવા, વિદ્યાસહાયકની ફિક્સ પગારી નોકરીનો ૫ વર્ષનો સમયગાળો ઘટાડવા,  ડેટમ અને કન્ટીજન્સી ગ્રાન્ટની દરેક જિલ્લામાં ફાળવણી કરવા સાથે રકમમાં સુધારો કરવા, સ્વચ્છતા ગ્રાન્ટની ફાળવણીમાં વધારો કરવા, ધોરણ-૧ થી ૫ માં કોમ્પુટર લેબ અથવા સ્માર્ટ ક્લાસ આપવા, શિક્ષક તાલીમ સત્રની શરૂઆતમાં અથવા વેકેશન પહેલાં યોજવા અથવા ઑનલાઈન તાલીમ યોજવા સાથે તાલીમોનો અતિરેક બંધ કરવા, ઑનલાઈન કામગીરીઓ ઘટાડવા, ધો. ૬ થી ૮ નો વિકલ્પ લીધેલ શિક્ષકને ધો. ૧ થી પ માં જવા માટે એક તક આપવા, સીઈટી પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓ શાળામાંથી જતા રહેતા હોઈ તેની સમીક્ષા કરવા, સીઈટી પાસ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં રૂા. ૨૫,૦૦૦ શિષ્યવૃત્તિ ચૂકવવા,આચાર્યના ચાર્જ બાબતે થયેલ પરિપત્રની સ્પષ્ટતા કરવા, પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં જગ્યાઓ વધારવા, ટીપીઈર્ઓં અને શિક્ષણ સેવા વર્ગ-૨ની સીધી ભરતીની પરીક્ષામાં પ્રાથમિક શિક્ષકોનો અનુભવ માન્ય ગણવા ,આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા, શિક્ષક કલ્યાણ રાષ્ટ્રિયનિધિની બેઠક બોલાવવા તથા પડતર અરજીઓનો ઝડપથી નિકાલ કરવા, વસ્તી ગણતરીના હુકમો કરતા પહેલાં ચર્ચા કરવા, પ્રાથમિક શિક્ષકોને પ્રાપ્ત રજા મળતી ન હોય તો તેમને એલટીસીની ૧૦ રજા રોકડ માટે જમા મેડીકલ રજામાંથી રજા રોકડનો લાભ આપવા, શિક્ષકમાંથી સીધી ભરતીમાં કેળવણી નિરીક્ષકમાં જાય તો ફિક્સ પગારને બદલે નોકરીના રથણ સાથે સીધી ભરતીનો લાભ આપવા, ધો. ૬થી ૮ના શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે  આપવા, એઈઆઈ સીધી ભરતીમાં પગાર રક્ષણ આપવા, ધો. ૧ થી ૫ ના શિક્ષકોને અન્ય રાજયોની સરખામણીમાં પગાર ધોરણ આપવા,  પ્રિસા સોફ્ટવેર સદંતર બંધ કરી એસએએસ સોફ્ટવેરમાં કામગીરી કરવા, વિકલાંગ કર્મચારીઓને વિકલાંગ ભથ્થું બમણા દરે ચૂકવવા, તમામ પ્રકારની બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ સાથે તમામ કેડરમાંથી બીએલઓના આદેશ કરવા, શાળાના બાળકો માટેની તમામ શૈક્ષણિક સામગ્રી શૈક્ષણિક સત્રના પ્રારંભમાં જ દરેક શાળા સુધી પહોંચાડવા, સત્રની શરૂઆતમાં જ તમામ પ્રકારની ગ્રાન્ટ ફાળવવા,  નોન એસઓઈ શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ કરવા, ધો-૧ થી ૫ તથા ધો-૬ થી ૮ ના મહેકમ બાબત,  લાંબી રજા, નિવૃત્તિ, બદલી અથવા અન્ય કારણસર શિક્ષકની ખાલી જગ્યા પર તાત્કાલિક જ્ઞાન સહાયકોની ફાળવણી કરવા, બેક ટુ સ્કૂલ ફેઈઝ-૨ ના પુનઃ પ્રવેશ બાબતે આચાયર્શ્રીઓ તથા શિક્ષક મિત્રો પર  અયોગ્ય દબાણ ન કરવા, પ્રા. શાળાઓમાં ધો-૬ અને બાલવાટિકાનો સમાવેશ થતાં મહેકમમાં ગણી અલગ શિક્ષક ફાળવવા, ૨૦૧૬ પહેલાંના શિક્ષકોને સળંગ નોકરી ગણતા તેમની મેડીકલ રજા જમા કરવા, આયુષ્યમાન હેલ્થ કાર્ડમાં સારી સુવિધાયુક્ત હોસ્પિટલોનો સમાવેશ કરવા, આચાર્ય એલાઉન્સમાં વધારો કરવા,  સને. ૨૦૦૫માં નિમણૂંક પામેલ વડોદરા તેમજ અન્ય જિલ્લાના ૨૦૦૪ની ભરતીના વિદ્યાસહાયકોને ઓપીએસ નો લાભ આપવા,ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વારસદારને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાંકીય સહાયના કેસો સમયમર્યાદામાં રજૂ ન થવાના કારણે નામંજુર થયેલ કેસો બાબતે પૂનઃ વિચારણા કરવા, રાજય રકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સ્થાનિક વળતર ભથ્થું/ઘરભાડા ભથ્થાની ચૂકવણી  કરવા, પ્રસુતિની ૬૦ દિવસની રજા કપાત ન કરવા વગેરે બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.  પ્રમુખ દ્વારા પ્રશ્નો હાલ કયા સ્ટેજે છે અને એના માટે આગામી દિવસોમાં કેવી રણનીતિ બનાવવામાં આવનાર છે તે બાબતે સમગ્ર કારોબારીને અવગત કરાવવામાં આવી હતી.
કેવડિયા એકતાનગર ખાતેની આ રાજ્ય કારોબારીમાં કચ્છ જિલ્લામાંથી પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણા આહિર, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, રાજ્ય પ્રતિનિધિઓ હરદેવસિંહ જાડેજા, રામુભા જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, આશાભાઇ રબારી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, દિલુભા સોઢા,  રાણાજી જાડેજા, કનુભા સોઢા, મનુભા જાડેજા, સુરેશગીરી ગોસ્વામી, દિગ્વિજયસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ગોહિલ સહિતના શિક્ષક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી સભાને સફળ બનાવવા નર્મદા જિલ્લા સંઘ અને તાલુકા ઘટક સંઘોના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM